રિપોર્ટર લાઇવ કવરેજ આપતો રહ્યો અને પાછળથી કાર ધકેલાઈ ગઈ તળાવમાં

06 August, 2021 09:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર લગભગ પૂરી ડૂબી ગઈ ત્યારે તેને એ ઘટના બની હોવાનો ખ્યાલ આવ્યો હતો. જોકે દર્શકો માટે એ અચરજભરી ઘટના હતી. હા, એ કારને બચાવી લેવામાં આવી હતી.

રિપોર્ટર લાઇવ કવરેજ આપતો રહ્યો અને પાછળથી કાર ધકેલાઈ ગઈ તળાવમાં

કોઈ એક ઘટના કે ચર્ચાના સંદર્ભમાં ફુટેજ લેવા માટે ટીવી-કૅમેરા ફરતો હોય અને એ ચાલુ ન્યુઝ-કવરેજમાં કોઈ બીજી અણધારી અને અસાધારણ ઘટના ઝડપાઈ જાય એવું ક્યારેક બનતું હોય છે.
બ્રાયન ફ્લૉઇડ નામની વ્યક્તિએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર શૅર કરેલો એક વિડિયો ખૂબ લોકપ્રિય થયો છે. એ વિડિયો અન્ય યુઝર-નેટિઝને ટિકટૉક પર પણ શૅર કર્યો છે. કૅમેરાની દૃષ્ટિ સામે કાર તળાવમાં ડૂબી ગઈ એ દૃશ્ય કૅમેરામાં ઝડપાઈ ગયું છે. અમેરિકાના ઇલિનોઇ-સ્પ્રિન્ગફીલ્ડ પ્રાંતની સાન્ગામોન કાઉન્ટીમાં સ્પ્રિન્ગફીલ્ડ-સ્પોલ્ડિંગ ડૅમ પ્રોજેક્ટનું રિપોર્ટિંગ ડબ્લ્યુઆઇસીઆઇ ન્યુઝ-ચૅનલ-20નો રિપોર્ટર જૅકબ ઇમર્સન કરતો હતો ત્યારે તેની પાછળ અચાનક એક કાર તળાવમાં ડૂબવા માંડી હતી. કાર લગભગ પૂરી ડૂબી ગઈ ત્યારે તેને એ ઘટના બની હોવાનો ખ્યાલ આવ્યો હતો. જોકે દર્શકો માટે એ અચરજભરી ઘટના હતી. હા, એ કારને બચાવી લેવામાં આવી હતી. આ ઘટના શિકાગોના પ્રસાર માધ્યમોમાં પણ ખૂબ જાણીતી બની છે. કમેન્ટ્સમાં ‘પાર્કિંગ બ્રેક લગાવવાનું કેમ ભૂલી જવાય?’ સહિતની જુદા-જુદા મુદ્દે ટીકા-ટિપ્પણ કરવામાં આવી છે. 

offbeat news chicago