કૂતરાની જેમ ભસે છે જંગલોમાં જોવા મળતાં આ હરણ

09 February, 2026 10:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય જંગલોમાં એક ખાસ પ્રકારનું હરણ જોવા મળે છે જેનું નામ છે ઇન્ડિયન મુંટજૅક.

બાર્કિંગ ડીઅર

ભારતીય જંગલોમાં એક ખાસ પ્રકારનું હરણ જોવા મળે છે જેનું નામ છે ઇન્ડિયન મુંટજૅક. એને લોકો બાર્કિંગ ડીઅર પણ કહે છે. યસ, આ હરણ ભસે છે અને એમનું ભસવાનું ઑલમોસ્ટ કૂતરા જેવું જ ભાસે છે. મોટા ભાગે દક્ષિણ ભારતમાં જોવા મળતાં આ પ્રકારનાં હરણ હવે ગુજરાતમાં પણ જોવા મળવા લાગ્યાં છે. જંગલની નજીકના વિસ્તારોમાં અચાનક જ કૂતરા જેવો ભસવાનો અવાજ સંભળાય તો એ હંમેશાં કૂતરો જ હોય એ જરૂરી નથી, એ હરણ પણ હોઈ શકે છે. આ હરણ એના તીક્ષ્ણ દાંતથી શિકાર પણ કરી શકે છે. આ હરણનું વજન માત્ર ૨૩-૨૪ કિલો જ હોય છે અને નરસિંગ પણ ખૂબ નાનાં હોય છે. જોકે કદ અને વજન ઓછું હોવા છતાં બાર્કિંગ ડીઅરની સ્વરક્ષણની શૈલી જોરદાર હોય છે. જ્યારે પણ શિકારી તરફથી ખતરો જણાય ત્યારે એ કૂતરાની જેમ ભસવા લાગે છે. ઘાસ, પત્તાં, કોમળ કળીઓ, ફળ, બીજની સાથે આ હરણ પંખીઓ, નાના જીવો અને ક્યારેક મૃત જાનવરનું માંસ પણ ખાય છે. એ મોટા પ્રાણનો શિકાર નથી કરી શકતું, પરંતુ નાનાં પ્રાણીઓને તીક્ષ્ણ દાંતથી ફાડી નાખી શકે છે. મોટા ભાગે શિકારીઓ હરણ પર હુમલો ત્યારે જ કરે છે જ્યારે એ બેખબર હોય. હરણને જેવી શિકારીની ગંધ આવી જાય કે એ ભસવાનું ચાલુ કરી દે છે અને શિકારીને ખબર પડી જાય છે કે તેનો શિકાર અલર્ટ થઈ ગયો છે. 

offbeat news national news india wildlife