રિક્ષાની બૅકસીટ પર જ ખોલી નાખ્યો જ્વેલરીનો સાઇડ બિઝનેસ

09 February, 2026 10:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ માટે કોઈ એક્સ્ટ્રા સમય પણ નથી કાઢવો પડતો. ઓછા ખર્ચમાં ડબલ કમાણી કરવાનો આ આઇડિયા અનોખો છે

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

સોશ્યલ મીડિયા પર એક ઑટો-ડ્રાઇવરનો અનોખો સાઇડ બિઝનેસ વાઇરલ થઈ રહ્યો છે. આ ભાઈ રિક્ષા ચલાવવાની સાથે-સાથે બિઝનેસ પણ કરે છે. એ માટે કોઈ એક્સ્ટ્રા સમય પણ નથી કાઢવો પડતો. ઓછા ખર્ચમાં ડબલ કમાણી કરવાનો આ આઇડિયા અનોખો છે. રિક્ષાની બૅકસીટ પર ડ્રાઇવરે એક કબાટ જેવું બનાવ્યું છે જેમાં તેણે કાનનાં ઝુમકા ગોઠવ્યાં છે. રિક્ષામાં બેસતી મહિલા યાત્રીઓ એ ઝુમકા જોવામાં વ્યસ્ત થઈ જાય છે અને પસંદ પડે તો ખરીદી પણ લે છે. મતલબ કે એક પંથ દો કાજ થઈ જાય. પોતાનો બિઝનેસ શરૂ કરવા માગતા રિક્ષા-ડ્રાઇવરે આ અનોખો રસ્તો શોધી કાઢ્યો છે જેમાં તેણે ઓછા ઇન્વેસ્ટમેન્ટ સાથે અને વધારાનો સમય આપ્યા વિના જ બિઝેનસની શરૂઆત કરી છે. કોઈ ખાસ જગ્યાનું ભાડું ભરવાની પણ જરૂર નથી અને રોજ નવા-નવા કસ્ટમરને મળવાથી બિઝનેસના માર્કેટિંગમાં પણ વિશેષ ખર્ચ કરવાની જરૂર નથી.

offbeat news india national news social media viral videos