22 February, 2026 02:45 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
મધ્ય પ્રદેશના કટનીમાં જંગલ પાસેના એક શિવમંદિરમાં શિવલિંગ પર માથું રગડતા વાઘનો વિડિયો વાઇરલ થયો છે. એ જોઈને લોકો એને ખૂંખાર પ્રાણીની પ્રભુ પ્રત્યેની આસ્થા તરીકે જોઈ રહ્યા છે. લોકો એને ચમત્કાર અને આસ્થાથી જુએ છે. જોકે વનવિભાગના નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રાણીઓનું સ્વાભાવિક વર્તન છે. કટની જિલ્લાના સડાર ગામ પાસે જંગલમાં એક પ્રાચીન શિવમંદિર સ્થાપેલું છે. એક વાઘ રાતના સમયે મંદિરમાં જાય છે અને ક્યાંય સુધી પોતાનું માથું અને જીભ શિવલિંગ સાથે ઘસે છે અને પછી શાંતિથી ત્યાંથી જતો રહે છે. આ ઘટના પછી વનવિભાગે ગામના લોકોને અલર્ટ કરી દીધા હતા. તેમનું કહેવું છે કે વાઘ માનવવસ્તીની આટલે નજીક આવી ગયો છે ત્યારે એ ગામમાં ઘૂસી ન આવે એનું ધ્યાન રાખવું જરૂરી છે.