✕

ટ્રાફિક-પોલીસથી બચવા બાઇક એવી ભગાવી કે પાછળ બેઠેલી પત્ની પડી ગઈ

18 October, 2026 11:39 AM IST  |  Uttarakhand | Gujarati Mid-day Correspondent

અચાનક ટ્રાફિક-પોલીસને જોઈને તેમનાથી બચવા માટે બાઇકરે સ્પીડ વધારી દીધી. ટ્રિપલ સીટ સવારી કરવાને કારણે તેમને દંડ થાય એમ હતો અને એ દંડ ન ભરવો પડે એ માટે બાઇકરે ત્યાંથી ઝડપથી ભાગવા સ્પીડ વધારી હતી.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

ઉત્તરાખંડના રુદ્રપુરમાં એક મહિલા પતિની પાછળ બાઇક પર બેઠી હતી. જોકે તેઓ ટ્રિપલ સીટ જઈ રહ્યા હતા. એક ચેક-પૉઇન્ટ પાસે ટ્રાફિક-પોલીસ નાકાબંધી કરીને નિયમો તોડનારાને રોકી રહી હતી. અચાનક ટ્રાફિક-પોલીસને જોઈને તેમનાથી બચવા માટે બાઇકરે સ્પીડ વધારી દીધી. ટ્રિપલ સીટ સવારી કરવાને કારણે તેમને દંડ થાય એમ હતો અને એ દંડ ન ભરવો પડે એ માટે બાઇકરે ત્યાંથી ઝડપથી ભાગવા સ્પીડ વધારી હતી. અચાનક જ સ્પીડનો વધારો થતાં પાછળ બેઠેલી મહિલા પડી ગઈ હતી. નવાઈની વાત એ છે કે પાછળથી વાઇફ પડી ગઈ હોવા છતાં બાઇકર પાછો આવ્યો નહોતો. પોલીસે  દોડીને પડી ગયેલી મહિલાને મદદ કરીને ઊભી કરી હતી અને સાઇડમાં લઈ જઈને તેને કંઈ વાગ્યું તો નથીને એ ચેક કર્યું હતું. ઉત્તરાખંડ પોલીસનું કહેવું છે કે પત્ની પડી ગયા પછી પણ બાઇકર પાછો વળીને આવ્યો નહોતો.

uttarakhand viral post road accident offbeat news national news