જપાનમાં છે પા સ્ક્વેરમીટરમાં ફેલાયેલું વિશ્વનું સૌથી ટચૂકડું પાર્ક

05 March, 2025 04:14 PM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે પોતાની યુટ્યુબ ચૅનલ પર આ પાર્કનો વિડિયો શૅર કર્યો છે. એક કૂંડા જેટલા પૉટને વિશ્વના સૌથી ટચૂકડા પાર્કનો ખિતાબ મળ્યો છે. આ પાર્ક ૦.૨૪ સ્ક્વેર મીટરનો છે.

જપાનમાં છે પા સ્ક્વેરમીટરમાં ફેલાયેલું વિશ્વનું સૌથી ટચૂકડું પાર્ક

પાર્ક એટલે કે ગાર્ડન જેમાં ટહેલવાની જગ્યા હોય, પરંતુ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં એક એવા સૌથી ટચૂકડા પાર્કનો સમાવેશ થયો છે જેમાં તમે એક પગ મૂકો તો બીજો પગ મૂકવાની પણ જગ્યા ન રહે. તાજેતરમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે પોતાની યુટ્યુબ ચૅનલ પર આ પાર્કનો વિડિયો શૅર કર્યો છે. એક કૂંડા જેટલા પૉટને વિશ્વના સૌથી ટચૂકડા પાર્કનો ખિતાબ મળ્યો છે. આ પાર્ક ૦.૨૪ સ્ક્વેર મીટરનો છે. ટોક્યોમાં આવેલો આ પાર્ક ખૂબ ટચૂકડો છે પણ પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર છે. એમાં માત્ર એક પ્લાન્ટ અને ઘાસ જ છે.

આ પહેલાં અમેરિકાના ઑરેગૉનમાં મિલ એન્ડ્સ પાર્ક નામે ૦.૨૯૨ સ્ક્વેર મીટરનો પાર્ક હતો જે સૌથી નાના પાર્કનો ખિતાબ ધરાવતો હતો, પણ હવે જપાનના ટોક્યોમાં આવેલા આ ગાર્ડને સ્મૉલેસ્ટ પાર્કનો વિક્રમ પોતાના નામે કરી લીધો છે. 

offbeat news tokyo japan international news world news