10 January, 2026 02:27 PM IST | Rome | Gujarati Mid-day Correspondent
અહીં આવનાર દરેક સહેલાણી એક કે બે યુરોના સિક્કા અહીં શ્રદ્ધાથી નાખે છે
ઇટલીના રોમ શહેરમાં આવેલા ટ્રેવી ફાઉન્ટનની મુલાકાત લો ત્યારે અહીં સિક્કો નાખીને તમે સારા સ્વાસ્થ્ય, સારા સંબંધો અને સારી કમાણી જેવી મનોકામનાઓ કરી શકો છો. ક્યારથી આ પ્રથા પડી એ તો ખબર નથી, પરંતુ અહીં આવનાર દરેક સહેલાણી એક કે બે યુરોના સિક્કા અહીં શ્રદ્ધાથી નાખે છે. ૨૦૨૫ના વર્ષમાં આ ફુવારામાં લોકોએ ફેંકેલા સિક્કાઓની ગણતરી કરી તો ૧.૫ મિલ્યન યુરો એટલે કે લગભગ ૧૫.૭ કરોડ રૂપિયા જેટલી રકમ એકઠી થઈ હતી. આ રૂપિયા જરૂરિયાતમંદો માટેની ફૂડ-બૅન્ક અને મેડિકલ વેલ્ફેર માટે વપરાય છે.
અત્યાર સુધી આ ફાઉન્ટનની મુલાકાત ફ્રીમાં લઈ શકાતી હતી, પણ હવે પહેલી ફેબ્રુઆરીથી એ જોવા માટે પણ બે યુરોની એન્ટ્રી-ટિકિટ લેવી પડશે. અલબત્ત, દૂરથી આ ફાઉન્ટન જોઈ શકાશે, પણ જો નજીક જવું હોય તો ટિકિટ લેવી પડશે.