13 October, 2026 04:46 PM IST | Tripura | Gujarati Mid-day Correspondent
દીવાસળીનાં મા દુર્ગા
ત્રિપુરાના અગરતલામાં રહેતા ૨૬ વર્ષના મિનીએચર મૅચસ્ટિક્સ આર્ટિસ્ટ બિજૉય દેબનાથે આ નવરાત્રિ નિમિત્તે મા દુર્ગાની મૂર્તિ બનાવી છે. દીવાસળીઓને રંગીને અને કાપી-કૂપીને વિશિષ્ટ ગોઠવણ દ્વારા મા દુર્ગાનો અવતાર બિજૉયે પોતાના ઘરના મંદિર માટે બનાવ્યો છે. આ પહેલાં રામ મંદિરની સ્થાપના વખતે બિજૉયે દીવાસળીમાંથી મિનીએચર રામ મંદિર પણ બનાવ્યું હતું.