26 December, 2025 07:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડ્રાઇવરે પાળેલા ડૉગ માટે ટ્રકમાં જ બનાવી દીધું પાંજરું
ટ્રક ચલાવવાનું કામ આસાન નથી. કલાકો અને દિવસો સુધી રસ્તા પર વાહન લઈને નીકળી પડવાનું અને દિવસો સુધી ઘરથી દૂર રહેવાનું. સોશ્યલ મીડિયા પર એક ખાસ પ્રકારની ટ્રક વાઇરલ થઈ છે જેમાં ડ્રાઇવર પોતાના પાળેલા ડૉગને પણ સાથે લઈને ટ્રાવેલ કરે છે. પાળેલાં પ્રાણીઓને કૅબિનમાં લઈને બેસવાથી ક્યારેક ધ્યાન ભટકાઈ જવાની સમસ્યા થઈ શકે છે, પરંતુ આ ટ્રક-ડ્રાઇવરે તેની લાંબી ટ્રેલર ટ્રકની નીચે ખાસ બે કૅબિન બનાવી દીધી છે જેમાં તેનો ડૉગ આરામથી બેસી શકે છે. બહારની હવાની અવરજવર રહે એ માટે નાનકડી બખોલ પણ એમાં બનાવડાવી છે. હવે ડ્રાઇવરભાઈ જ્યાં પણ જાય ત્યાં પોતાના ડૉગને સાથે લઈને જાય છે. એક પાંજરામાં જાળી છે અને બીજું પાંજરું કાચનું બનેલું છે એટલે મોસમ અને ડૉગના મિજાજ અનુસાર ડૉગને વારાફરતી પાંજરામાં રખાય છે.