17 May, 2025 06:50 AM IST | Doha | Gujarati Mid-day Correspondent
પરંપરાગત અલ-અયાલા ડાન્સથી ટ્રમ્પનું સ્વાગત થઈ રહ્યું છે
ગઈ કાલે અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ કતરની ટૂંકી મુલાકાતે ગયા ત્યારે તેમનું સ્વાગત અનોખી રીતે કરવામાં આવેલું. આ ઘટનાનો સોશ્યલ મીડિયા પર શૅર થયેલો વિડિયો જોઈને કદાચ કોઈને એવું લાગે કે સફેદ ગાઉન પહેરેલી મહિલાઓને કદાચ માતાજી આવ્યાં હોવાથી તેઓ છુટ્ટા વાળ આમથી તેમ લહેરાવી રહી છે. જોકે આ અમીરાતી સ્ટાઇલનો પરંપરાગત ડાન્સ છે જે અલ-અયાલા તરીકે ઓળખાય છે. આ ડાન્સમાં પુરુષો બામ્બુ સ્ટિકથી અને ખાસ અવાજો કાઢીને ગાય છે અને મહિલાઓ સફેદ રંગના ગાઉન પહેરીને છૂટા વાળને આમથી તેમ એકસાથે માથું નીચું કરીને લહેરાવે છે. ડોનલ્ડ ટ્રમ્પની એન્ટ્રી વખતે લોકોની આંખો ટ્રમ્પને બદલે આ વાળ લહેરાવતી સુંદરીઓ તરફ વધુ ખેંચાઈ હતી.