રેંકડી પરથી મોમોઝ ખાધા પછી શરીરે ચકામાં ઊપસી આવ્યાં અને બે બાળકો મૃત્યુ પામ્યાં

10 March, 2026 01:39 PM IST  |  Punjab | Gujarati Mid-day Correspondent

બન્ને બાળકોના શરીર પર લાલ ચકામાં ઊપસી આવ્યાં હતાં અને બન્નેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. બાળકોને હૉસ્પિટલ લઈ જવાની તજવીજ થાય એ પહેલાં જ બન્નેએ દમ તોડી દીધો હતો. 

રેંકડી પરથી મોમોઝ ખાધા પછી શરીરે ચકામાં ઊપસી આવ્યાં અને બે બાળકો મૃત્યુ પામ્યાં

પંજાબના તરનતારન સાહિબમાં એક રેંકડી પરથી મોમોઝ અને ચાંપ લઈને ખાવાનું ૭ વર્ષના આરવ અને તેની પાંચ વર્ષની બહેન દાનિકા માટે જીવલેણ બન્યું હતું. પરિવારજનોના કહેવા અનુસાર શુક્રવારે સાંજે બાળકોએ બહારનું કંકઈ ખાવાની જીદ કરી હતી એટલે પિતા તેમને માટે બજારથી મોમોઝ અને ચાંપ ખરીદી લાવ્યા હતા. બાળકોએ એ ખૂબ ટેસથી ખાધું. જોકે રાત પડતાં જ તેમની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. બન્ને બાળકોના શરીર પર લાલ ચકામાં ઊપસી આવ્યાં હતાં અને બન્નેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. બાળકોને હૉસ્પિટલ લઈ જવાની તજવીજ થાય એ પહેલાં જ બન્નેએ દમ તોડી દીધો હતો. 

પરિવારજનોએ છેલ્લે બાળકોએ ખાધેલાં મોમોઝ અને ચાંપમાં જ કંઈક ભળ્યું હોવાની શંકા જતાવી હતી. પોલીસે એ રેંકડીવાળાને પકડી લીધો છે. બન્ને બાળકોના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોસ્ટમૉર્ટમ પછી જ ખબર પડશે કે મોતનું કારણ ફૂડ-પૉઇઝનિંગ છે કે બીજું કંઈક છે.

punjab food news street food health tips offbeat news national news