✕

માનવગોફણ બનીને ૪૯૭ ફુટ ઊંચે ઊછળ્યા આ બે જાંબાઝ

27 November, 2026 02:00 PM IST  |  Europe | Gujarati Mid-day Correspondent

રેડ બુલ દ્વારા આ માટે ખાસ કૅટપુલ્ટ એટલે કે ગોફણ બનાવવામાં આવી હતી. એમાં એક ચીમની જેવી રચનામાં બનેલા સ્ટૅન્ડને ચોક્કસ ફોર્સ આપવામાં આવે.

માનવગોફણનો રેકૉર્ડ

સ્લોવેનિયામાં રેડ બુલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ફ્રેડ ફ્યુગન અને દાની રોમન નામના બે કરતબબાજોએ એક સાથે માનવગોફણમાંથી હવામાં ઊછળીને સૌથી ઊંચે સુધી ફંગોળાવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. રેડ બુલ દ્વારા આ માટે ખાસ કૅટપુલ્ટ એટલે કે ગોફણ બનાવવામાં આવી હતી. એમાં એક ચીમની જેવી રચનામાં બનેલા સ્ટૅન્ડને ચોક્કસ ફોર્સ આપવામાં આવે. આ ફોર્સને કારણે સ્ટૅન્ડ પર ઊભેલો માણસ પણ નળીમાં ઊંચે ઊંચકાય. છેક એ નળી પૂરી થાય એટલે ફોર્સને કારણે સ્ટૅન્ડ પર ઊભેલો માણસ હવામાં ઊંચે સુધી ફંગોળાય અને દૂર જઈને પટકાય. સામાન્ય રીતે આવા સ્ટન્ટ એક વ્યક્તિ દ્વારા થતા હોય છે, પણ ફ્રેડ ફ્યુગન અને દાની રોમન નામના બેઝ જમ્પર્સે એકસાથે એક જ નળીમાં ભરાઈને એકસાથે ફંગોળાવાનો સ્ટન્ટ કર્યો હતો. સૌથી વધુ ઊંચાઈ સુધી ઊછળી શકાય એ માટે ગોફણ પર ભારે માત્રામાં ફોર્સ આપવામાં આવ્યો હતો. આ ફોર્સ એટલો હતો કે બન્ને સ્ટન્ટબાજો ૨.૧૫ સેકન્ડમાં ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહેલાં નળીમાં અને પછી હવામાં ઊંચે ફંગોળાયા હતા. બન્ને સંયુક્ત રીતે ૪૮૭ ફુટ ઊંચે હવામાં ઊછળ્યા હતા. આટલે ઊંચેથી નીચે આવવા માટે તેમણે પૅરૅશૂટનો ઉપયોગ કર્યો હતો. હવામાં ઊછળીને થોડાક મીટર સુધી ફ્રી-ફૉલ બાદ તેમણે પૅરૅશૂટ ખોલી દીધી હતી અને સેફલી જમીન પર લૅન્ડ થયા હતા. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં આ સાહસને સ્થાન મળ્યું છે. આ રેકૉર્ડ માત્ર માનવગોફણમાંથી ફંગોળાવાનું સાહસ કરનારા બે ઍથ્લીટ્સનો જ નથી, આ સ્ટન્ટ માટે ખાસ સેફ ચીમની બનાવનાર એન્જિનિયરોની ટીમની પણ અચીવમેન્ટ છે કેમ કે આ સેફ ચીમની બનાવતાં એન્જિનિયરોને અઢી વર્ષનો સમય લાગ્યો હતો.

athletics guinness book of world records world news international news news europe offbeat news