ઉદયપુરના કલાકારે ૭૫ કલાકમાં બનાવી સોનાની ૭૫ પતંગો

14 January, 2026 02:33 PM IST  |  Udaipur | Gujarati Mid-day Correspondent

રાજસ્થાનના ઉદયપુરમાં રહેતા વિશ્વવિખ્યાત માઇક્રો-આર્ટિસ્ટ ડૉ. ઇકબાલ સક્કાએ મકરસંક્રાન્તિ નિમિત્તે એક અદ્ભુત રેકૉર્ડબ્રેક કામ કર્યું છે.

ડૉ. ઇકબાલ સક્કા

રાજસ્થાનના ઉદયપુરમાં રહેતા વિશ્વવિખ્યાત માઇક્રો-આર્ટિસ્ટ ડૉ. ઇકબાલ સક્કાએ મકરસંક્રાન્તિ નિમિત્તે એક અદ્ભુત રેકૉર્ડબ્રેક કામ કર્યું છે. તેમણે લગાતાર ૭૫ કલાકમાં ૭૫ સોનાની પતંગો બનાવી છે. આ પતંગો એટલી સૂક્ષ્મ છે કે નરી આંખે જોઈએ તો સોનાની ડસ્ટ પડી હોય એવું જ લાગે, પરંતુ માઇક્રોસ્કોપમાંથી જોવાથી પતંગનો શેપ સ્પષ્ટ થાય છે. ડૉ. ઇકબાલ સક્કાએ આ પહેલાં પણ પોતાની માઇક્રો-સ્કલ્પ્ચરની કળાથી દુનિયાને અચંબામાં મૂકી છે અને લગભગ ૧૨૧ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યા છે. તાજેતરમાં ૭૫ કલાકમાં ૭૫ પતંગો બનાવવાની આ સફળતાને ઑફિશ્યલી હિન્દુસ્તાન બુક ઑફ રેકૉર્ડ્‍સમાં સ્થાન મળ્યું છે. ડૉ. ઇકબાલ સક્કાનું કહેવું છે કે આ દરેક પતંગ એકબીજાથી જુદી છે અને એ દરેક એક અનોખા રેકૉર્ડ સમાન હોવાથી ઇન્ડિયા બુકમાં ૭૫ અલગ રેકૉર્ડ નોંધાયા છે. આવું થવાથી ૭૫ કલાકના ગાળામાં ૭૫ રેકૉર્ડ બનાવવાની ઉપલબ્ધિ પણ આ કલાકારના ફાળે જાય છે. 

offbeat news udaipur rajasthan makar sankranti uttaran india national news