26 February, 2026 11:09 AM IST | ujjain | Gujarati Mid-day Correspondent
બુદ્ધેશ્વર મહાદેવ મંદિર
ઉજ્જૈન જિલ્લાના બડનગરમાં આવેલા બુદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં રોકડ રકમનો ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો છે. છેલ્લાં પાંચ વર્ષથી ચાલી આવતી અનોખી પરંપરા હેઠળ શ્રદ્ધાળુઓ પાસેથી જ આ રોકડ દાનમાં લેવામાં આવે છે અને પછી આ જ રાશિ તેમને પાછી પ્રસાદરૂપે આપી દેવામાં આવે છે. આ સજાવટ માટે સાત કુશળ કલાકારોની ટીમે મહેનત કરી છે. આ વખતે સૌથી વધુ ચલણી નોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાંચ વર્ષ પહેલાં ૫૧ લાખ રૂપિયાની નોટોથી ભગવાન બુદ્ધેશ્વરનો શણગાર કરવામાં આવ્યો હતો. એ પછી સતત આ રકમમાં વધારો થતો રહ્યો. આ વર્ષે ૧.૩૧ કરોડ રૂપિયાની નોટો વપરાઈ છે. એમાં ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટો વપરાઈ છે. સાત કલાકારોએ સતત બે દિવસ સુધી મહેનત કરીને મંદિર અને શિવલિંગની સજાવટ કરી હતી.