26 August, 2026 05:10 PM IST | Ujjain | Gujarati Mid-day Correspondent
ઉજ્જૈનમાં સૅન્ડવિચ શૉપના ઉદ્ઘાટનમાં રોબો બન્યો ચીફ ગેસ્ટ
હ્યુમનૉઇડ રોબોઝ હવે રેસ્ટોરાં-ઇન્ડસ્ટ્રીમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. જોકે ઉજ્જૈનમાં એક સૅન્ડવિચ શોપના ઉદ્ઘાટનમાં પણ કોઈ મહાનુભાવ કે સેલિબ્રિટીને નહીં પણ રોબોને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો. રોબો બૉડીગાર્ડ્સની સાથે એ શૉપમાં આવ્યો એટલે શૉપઓનરે એનું ગમછો અને ફૂલની માળા પહેરાવીને સ્વાગત કર્યું હતું.
આ રોબો એટલો ટ્રેઇન્ડ હતો કે મ્યુઝિક વાગતાં બીજા લોકોની સાથે એ પણ ડાન્સ કરવા લાગ્યો હતો. રોબોને કંકુતિલક, માળા અને ગમછો પહેરાવીને મહેમાનોએ એની સાથે ડાન્સ કર્યો અને સેલ્ફી લીધો. ચાઇનીઝ યુનિટ્રી કંપનીએ બનાવેલા આ રોબોના વિડિયોને કારણે ઉજ્જૈનની સૅન્ડવિચ શૉપ ખૂબ વાઇરલ થઈ ગઈ હતી.