૩૫ વર્ષનાં આ બહેને પ્રથમ પતિને છૂટાછેડા આપીને ઝુમ્મર સાથે લગ્ન કરી લીધાં

18 July, 2026 03:12 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

અમાન્ડાને ચીજો સાથે પ્રેમ થઈ જવાની બીમારી છે

આ ઝુમ્મર સાથે લગ્ન કરી લીધાં

ઇંગ્લૅન્ડમાં રહેતી ૩૫ વર્ષની અમાન્ડા લિબર્ટી નામની મહિલાએ થોડા સમય પહેલાં પ્રથમ પતિને છૂટાછેડા આપી દીધાની જાહેરાત કરી અને તેને નવો પાર્ટનર મળી ગયો છે એવા ખુશખબર આપ્યા હતા. નવાઈની વાત એ છે કે તેનો પહેલો પતિ પણ કોઈ માણસ નહોતો, ઑબ્જેક્ટ જ હતો. અમાન્ડાએ સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી સાથે લગ્ન કર્યાં હતાં. એ મૅરેજ પછી તો તેણે પોતાના નામમાં પણ લિબર્ટીને અટક તરીકે સ્વીકારી લીધેલી. જોકે એની સાથે લૉન્ગ-ડિસ્ટન્સ રિલેશનશિપમાં બહેનને ફાવ્યું નહીં. આ દૂરનાં સંબંધોમાં તેને હૂંફ ખૂટતી લાગતી હતી. એવામાં તેનું દિલ ૯૧ વર્ષ જૂના લુમિયર નામના એક ઝુમ્મર પર આવી ગયું. તેને લાગ્યું કે લુમિયર તેને બહુ સારી રીતે સાંભળે અને સમજે છે. આખરે તેણે સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી સાથે છૂટાછેડા લઈને આ ઝુમ્મર સાથે લગ્ન કરી લીધાં. આ માટે તેણે બાકાયદા મૅરેજ સેરેમની યોજીને મૅચિંગ વેડિંગ રિંગ પણ એક્સચેન્જ કરી હતી.

અમાન્ડાને ચીજો સાથે પ્રેમ થઈ જવાની બીમારી છે. તે ચીજો પ્રત્યે સેક્સ્યુઅલ અટ્રૅક્શન અનુભવે છે અને ચીજોમાં જ હૂંફ શોધે છે. 

united kingdom london offbeat news international news world news news