22 May, 2025 02:18 PM IST | Surat | Gujarati Mid-day Correspondent
આ વાત ગુજરાતમાં કડોદરા પાસે આવેલી સેન્ટ માર્ક્સ હાઈ સ્કૂલમાં બની હતી
સ્કૂલમાં સ્વચ્છ અને સુઘડ બનીને જવાનું શીખવવામાં આવતું હોવાથી રોજ બાળકોના નખ, વાળ, ડ્રેસને ઇસ્ત્રી થઈ છે કે નહીં એ બધું ચેક થતું હોય છે. આજની જનરેશનના છોકરાઓને લાંબા વાળ રાખવાનો શોખ હોવાથી ઘણી વાર ટીચર્સ કહેતા હોય છે કે કાલે જો વાળ કપાવીને નહીં આવે તો ચોટલી બાંધી દઈશ. જોકે આ વાત ગુજરાતમાં કડોદરા પાસે આવેલી સેન્ટ માર્ક્સ હાઈ સ્કૂલમાં હકીકત બની ગઈ. આ સ્કૂલમાં એક-બે નહીં, જેટલા પણ છોકરાઓ વાળ કપાવ્યા વિના આવ્યા હતા એ બધાને એકસાથે બેસાડીને જેટલા પણ લાંબા વાળ હતા એની ચોટલીઓ બાંધવામાં આવી હતી. કોઈકને બે તો કોઈકને ચાર-ચાર ચોટલીઓ બાંધી હતી. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર એ ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે. એમાં દેખાય છે કે કડોદરાની એક સ્કૂલના વિદ્યાર્થીઓ યુનિફૉર્મ પહેરીને લીલી શેતરંજી પર બેઠા છે અને તેમના માથે ચોટલીઓ બાંધેલી છે.