મમ્મી સાથે મગજમારી થઈ તો સાતમામાં ભણતો દીકરો લખનઉથી સાઇકલ લઈને છેક વૃંદાવનના પ્રેમાનંદ મહારાજ પાસે પહોંચી ગયો

27 August, 2025 02:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લખનઉમાં રહેતો સાતમા ધોરણમાં ભણતો છોકરો પોતાની મમ્મીની ફરિયાદ કરવા માટે ૪૦૦ કિલોમીટરનું સાઇક્લિંગ કરીને વૃંદાવન પહોંચી ગયો હતો એવું જાણવા મળ્યું છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

વૃંદાવનના પ્રેમાનંદ મહારાજ માત્ર સેલિબ્રિટીઝ અને મોટા લોકોમાં જ ફેમસ છે એવું નથી, બાળકોમાં પણ તેઓ બહુ લોકપ્રિય છે. લખનઉમાં રહેતો સાતમા ધોરણમાં ભણતો છોકરો પોતાની મમ્મીની ફરિયાદ કરવા માટે ૪૦૦ કિલોમીટરનું સાઇક્લિંગ કરીને વૃંદાવન પહોંચી ગયો હતો એવું જાણવા મળ્યું છે. વાત ૨૦ ઑગસ્ટની છે. આ છોકરાએ મમ્મી પાસે પુસ્તકો લાવવા માટે ૧૦૦ રૂપિયા માગ્યા હતા.  જોકે મમ્મીએ કહ્યું કે ભણવાની કોઈ જરૂર નથી, પુસ્તકો પાછળ પૈસા બગાડીશ નહીં, બહુ હોય તો પપ્પા આવે ત્યારે તેમને પૂછી લેજે. આ વાતથી હર્ટ થયેલા દીકરાએ ઘરની બહાર પડેલી રેન્જર સાઇકલ ઉઠાવી અને લઈને મથુરાના વૃંદાવન જવા નીકળી પડ્યો. ૪૦૦ કિલોમીટરનું સાઇક્લિંગ કરીને તે પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચી ગયો હતો.

vrindavan offbeat news lucknow national news india viral videos social media uttar pradesh premanand ji maharaj