19 September, 2025 02:05 PM IST | Agra | Gujarati Mid-day Correspondent
આગ કાબૂમાં લઈને તેમને બહાર કાઢવામાં આવ્યાં એ પહેલાં બન્નેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું
ઉત્તર પ્રદેશના આગરામાં એક સ્કૂટીની બૅટરી ફાટવાથી ૯૦ વર્ષના ભગવતી પ્રસાદ અને ૮૫ વર્ષનાં ઉર્મિલાદેવી આગમાં જીવતાં બળી ગયાં હતાં. તેઓ ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર સૂઈ ગયાં હતાં અને રાતે બૅટરી ચાર્જ કરવા મૂકી હતી. જોકે વહેલી સવારે ૪ વાગ્યે અચાનક જ બૅટરી ફાટતાં આગ ફેલાઈ ગઈ હતી. ઉંમરને કારણે તેઓ પથારીમાંથી ઝડપથી ઊઠીને ભાગી શક્યાં નહોતાં. જોકે તેમણે પોતાની પૌત્રી કાકુલને બહાર મોકલી દીધી હતી. પરિવારે આગ બુઝાવવાની કોશિશ કરી હતી, પરંતુ આગ એટલી ભીષણ હતી કે બેમાંથી એકેયને બહાર કાઢી શકાયાં નહીં. પાડોશીઓએ
ફાયર-બ્રિગેડને સૂચના આપી હતી જે થોડી જ મિનિટોમાં આવી પહોંચી હતી. જોકે આગ કાબૂમાં લઈને તેમને બહાર કાઢવામાં આવ્યાં એ પહેલાં બન્નેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.