08 March, 2026 01:55 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના બદાયૂંથી બરેલી જતી વખતે ટ્રેનમાં એક પ્રેમી યુગલ વચ્ચે પાણીને લઈને લડાઈ થઈ ગઈ અને પ્રેમીએ પ્રેમિકાને ચાલુ ટ્રેને ધક્કો મારીને બહાર ફેંકી દીધી હતી. રેલવે ટ્રૅક પર પડેલી યુવતીના શરીરના બે ટુકડા થઈ ગયા અને ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. ગુરુવારે સાંજે લગભગ ૫.૪૦ વાગ્યે આ ઘટના ઘટી હતી. ટ્રેન બરેલી સ્ટેશન પહોંચવાની જ હતી ત્યારે રુખસાના અને તેના પ્રેમી ઇરફાન વચ્ચે પાણી પીવાને લઈને વિવાદ થયો હતો. બન્ને વચ્ચે આ બાબતે બોલાચાલી થતાં રુખસાનાએ તેના પ્રેમીને કહ્યું કે જોઈ લેજે, હું ટ્રેનમાંથી કૂદી જઈશ. એ વાત પર ગુસ્સે ભરાયેલા યુવકે તેને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારીને નીચે ફેંકી દીતી હતી. નીચે પડતાં જ યુવતી ટ્રેનની નીચે કપાઈ જતાં તેના શરીરના બે ટુકડા થઈ ગયા હતા. ઘટના પછી બરેલી પોલીસે ઇરફાનને પકડી લીધો હતો અને તેણે કબૂલી લીધું હતું કે અચાનક ગુસ્સામાં તેણે આ પગલું ભર્યું હતું.