પૌત્ર પાર્કિંગ કરતો હતો ત્યારે કાર રિવર્સ ગિયરમાં પડી જતાં દાદીને જ અડફેટે લઈ લીધાં

05 April, 2026 12:14 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

દાદીને અડફેટે લઈને છેક સામેની દીવાલને અથડાય છે અને દીવાલ અને કારની વચ્ચે દાદી કચડાઈ જાય છે

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

ઉત્તર પ્રદેશના ફરુખાબાદ શહેરમાં એક ઘરની બહાર લાગેલા CCTV કૅમેરામાં કૅપ્ચર થયેલા એક ફુટેજથી ભલભલાનાં રૂંવાડાં ખડાં થઈ ગયાં. પૌત્ર મહિન્દ્રની થાર કાર લઈને ઘરના ઝાંપાની અંદર પાર્ક કરવા જાય છે ત્યારે દાદી ઝાંપો ખોલે છે. પૌત્ર કાર અંદર લઈ લે એ પછી દાદી ઝાંપો બંધ કરે છે, પણ પૌત્ર દ્વારા અચાનક જ કાર રિવર્સ ગિયરમાં પડી જતાં એટલી ઝડપથી પાછળ ચાલવા લાગે છે કે ઝાંપો બંધ કરી રહેલાં દાદીને અડફેટે લઈને છેક સામેની દીવાલને અથડાય છે અને દીવાલ અને કારની વચ્ચે દાદી કચડાઈ જાય છે.

offbeat news uttar pradesh india national news road accident