દારૂ પીવા માટે પતિએ LPG સિલિન્ડર ગિરવી મૂકી દીધું, પત્ની પોલીસ-સ્ટેશન પહોંચી

12 April, 2026 02:03 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક દારૂડિયા પતિએ દારૂ પીવા માટે પૈસા નહોતા એટલે ઘરમાં રાખેલું ભરેલું સિલિન્ડર ગિરવી રાખી દીધું હતું

પત્નીની બચતમાં ખૂટતા રૂપિયા ઉમેરીને પોલીસે ગિરવી મૂકેલું સિલિન્ડર છોડાવી આપ્યું હતું. 

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક દારૂડિયા પતિએ દારૂ પીવા માટે પૈસા નહોતા એટલે ઘરમાં રાખેલું ભરેલું સિલિન્ડર ગિરવી રાખી દીધું હતું. તેણે આ કામ કર્યું ત્યારે પત્ની પિયર ગઈ હતી. જોકે પત્ની પાછી આવી એ પછી ઘરમાં ગૅસ-સિલિન્ડર ન હોવાથી પત્ની અને બાળકોને ભૂખે રહેવાનો વારો આવ્યો. બે દિવસ જેમતેમ જુગાડ કર્યા પછી આખરે પત્ની પતિએ કરેલા કાંડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોલીસ-સ્ટેશન ગઈ. તેણે પતિ વિરુદ્ધ ફરિયાદ લખાવી કે ૧૨૦૦ રૂપિયાના બદલામાં પતિએ સિલિન્ડર ગિરવી મૂકી દીધું છે અને એને કારણે બાળકો ભૂખ્યાં રહે છે. આખરે પત્નીનું દુખ જાણીને પોલીસે પતિ-પત્નીના ઘરેલુ મામલામાં વચ્ચે પડીને મામલો સુલઝાવ્યો હતો અને ફ્યુઅલની તંગીના સમયમાં સિલિન્ડર બીજાને આપી દેવાનો ગુનો નોંધવાની ધમકી આપીને પતિને ફરી આવું ન કરવાની ચેતવણી આપી હતી. પત્નીની બચતમાં ખૂટતા રૂપિયા ઉમેરીને પોલીસે ગિરવી મૂકેલું સિલિન્ડર છોડાવી આપ્યું હતું. 

offbeat news uttar pradesh india national news lpg crisis lpg cylinder