15 February, 2026 02:03 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
એક બાલટી પાણી ભરીને એમાં એક લીટર દૂર રેડીને મિક્સ કરવામાં આવે છે
ઉત્તર પ્રદેશના ઢિકવાહા ગામમાં આવેલી પ્રાથમિક સ્કૂલનો એક વિડિયો સામે આવ્યો છે. એમાં મિડ-ડે મીલમાં થતી ઝોલઝાલ ઉજાગર થઈ છે. સ્કૂલમાં ૯૦ બાળકો છે, પણ તેમને આપવા માટે માત્ર એક લીટર દૂધ જ ખરીદવામાં આવે છે. એક બાલટી પાણી ભરીને એમાં એક લીટર દૂર રેડીને મિક્સ કરવામાં આવે છે અને બધાં જ બાળકોને દૂધ આપવામાં આવે છે. આ દૂધમાં પાણી મેળવાઈ રહ્યું છે કે પાણીમાં દૂધ એવો સવાલ ખડો કરે છે. ૯૦ બાળકો માટે જે દૂધની ફાળવણી થાય છે એ દૂધ રસોઈયા સહિત બીજા મળતિયાઓના ખિસ્સામાં જાય છે.