29 March, 2026 01:52 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના મેરઠમાં એક માણસે પોતાની મરી ગયેલી મમ્મીને જીવતી બતાવી હતી. એ પણ પેપર પર. એનું કારણ એ હતું કે માના નામે પેન્શન આવતું હતું એ આ ભાઈ ગુમાવવા નહોતા માગતા. ૭ વર્ષ સુધી તેઓ આ ગોલમાલ કરવામાં સફળ રહ્યા અને કુલ ૪૪ લાખ રૂપિયાનું પેન્શન મેળવી લીધું. શાંતિદેવીનું મૃત્યુ ૨૦૧૮માં થયું હતું, પરંતુ દીકરા પ્રેમ સિંહે પેન્શનની લાલચમાં તેના મોતની જાણકારી છુપાવી હતી. જ્યારે બૅન્કમાં પૅન્શન ખાતામાં ડૉક્યુમેન્ટ્સ અપડેટ કરવાના આવ્યા ત્યારે પ્રેમ સિંહે નકલી દસ્તાવેજો રજૂ કરીને બૅન્કને ગુમરાહ કરી. માના અકાઉન્ટમાં આવેલી પેન્શનની રકમને તેણે ATM અને ઑનલાઇન પેમેન્ટના માધ્યમથી સમયાંતરે કાઢી હતી. ગયા વર્ષે ફરીથી અકાઉન્ટને અપડેટ કરવાના દસ્તાવેજો રજૂ કરવાની નોટિસ બૅન્ક દ્વારા આપવામાં આવી હતી, પણ પ્રેમ સિંહે એ જમા કરાવ્યા ન હોવાથી તપાસ આગળ વધી હતી જેમાં ખબર પડી કે શાંતિદેવી મૃત્યુ પામ્યાં છે. એ પછી પ્રેમ સિંહ વિરુદ્ધ ફ્રૉડનો કેસ નોંધવામાં આવ્યો હતો.