26 December, 2025 06:55 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
ઠંડીમાં રખડતા સેંકડો કૂતરાઓને આ કન્યા કપડાં પહેરાવે છે
ઉત્તર ભારતમાં ખૂબ ઠંડી છે ત્યારે માણસોની જેમ પ્રાણીઓને પણ એટલી જ ઠંડી લાગે છે. કડકડતી ઠંડીમાં રોડ પર રખડતા કૂતરાઓને પણ હૂંફનો અહેસાસ થાય એ માટે ઉત્તર પ્રદેશમાં જાગૃતિ શર્મા નામની એક યુવતી અનોખા મિશન પર છે. તેણે કૂતરાઓની બૉડીને ઢાંકી શકે એવાં ઝભલાં બનાવડાવ્યાં છે અને તે રાતે શેરીએ-શેરીએ ફરીને કૂતરાઓને કપડાં પહેરાવી રહી છે. જાગૃતિ શર્માનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ સરાહના પામ્યો છે. આ વિડિયો જેણે લીધો છે તે વ્યક્તિ પૂછે છે કે શું તમને આ કૂતરા કરડતા નથી? આ વાતનો જવાબ જાગૃતિએ આપવાની જરૂર જ નથી પડતી. શ્વાનો ખુદ તેની આસપાસ પૂંછડી પટપટાવીને આવી પહોંચે છે અને કપડાં પહેરવા માટે પોતાના નંબરની રાહ જોતા હોય એવું લાગે છે.