25 February, 2026 12:24 PM IST | Arkansas | Gujarati Mid-day Correspondent
આ બચ્ચું માંડ થોડા દિવસોનું જ હોય એવું લાગી રહ્યું હતું
અમેરિકાના આર્કાન્સસમાં એક ATMમાંથી અનયુઝ્વલ અવાજ આવી રહ્યા હતા અને એમાંથી કૅશ નીકળી નહોતી શકતી. બૅન્કના કર્મચારીઓએ તપાસ કરી તો કોઈ ટેક્નિકલ ઇશ્યુ નહોતો, પરંતુ કોઈ પ્રાણી ATMની પાતળી જગ્યામાં ફસાઈ ગયું હોય એવું દેખાયું. તરત ફાયર-ફાઇટર્સને બોલાવવામાં આવ્યા અને તેમણે આખું મશીન ખોલીને એમાં ફસાયેલા બિલાડીના બચ્ચાને બહાર કાઢ્યું હતું. આ બચ્ચું માંડ થોડા દિવસોનું જ હોય એવું લાગી રહ્યું હતું. બચ્ચાને સ્થાનિક શેલ્ટરમાં હૅન્ડઓવર કરવામાં આવ્યું. એ વખતે શેલ્ટરવાળાને ફાયર-ફાઇટર્સે આ બેબી ક્યાંથી મળ્યું એની કહાણી બતાવતાં શેલ્ટર હોમે બેબીનું નામ રાખ્યું ‘કૅશ’. ATMમાં જ્યાંથી કૅશ નીકળે એ ભાગમાં ફસાઈ ગયેલા આ બચ્ચાને નવું જીવન મળ્યું તો એનું નામ પણ કૅશ જ હોવું જોઈએને?