20 June, 2025 12:45 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
બધાની હાજરીમાં પત્નીનું નાક દાંતથી કરડી લીધું હતું.
ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના એક ગામમાં પતિએ પત્નીનું નાક કાપી લેતાં અત્યારે પત્ની લખનઉના ટ્રૉમા સેન્ટરમાં સારવાર લઈ રહી છે. પોલીસે પતિ રામલેખાવનને પકડી લીધો હતો અને પૂછતાછ કરતાં ખબર પડી હતી કે તેણે જ પત્ની પૂજાદેવીનું નાક કાપ્યું છે. વાત એમ છે કે પૂજાને છેલ્લા ૧૦ મહિનાથી સુશીલકુમાર નામના અન્ય યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. તે ચોરીછૂપી તેના ઘરે જઈને મળતી પણ હતી. જોકે બુધવારે તો પૂજા પતિ સાથે ઝઘડીને તેનાથી નારાજ થઈને ઘર છોડીને ચાલી ગઈ અને સુશીલકુમારના ઘરે પહોંચી ગઈ. રામલેખાવનને એની ખબર પડતાં તે પણ સુશીલકુમારના ઘરે પહોંચ્યો. તેણે પહેલાં તો પત્નીને ઘરે પાછા આવવા સમજાવી, પણ પૂજા પાછી આવવા તૈયાર જ નહોતી એટલે ગુસ્સામાં આવીને તેણે બધાની હાજરીમાં પત્નીનું નાક દાંતથી કરડી લીધું હતું.