પતિએ વાસણ ઘસ્યાં નહીં, પત્નીએ પોલીસ બોલાવી

25 March, 2026 02:19 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

એક મહિલાએ પોલીસ એટલા માટે બોલાવી કે તેના પતિએ કિચનમાં વાસણ ઘસ્યાં નહોતાં

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના સોનહા પોલીસ-સ્ટેશન વિસ્તારમાં એક એવી ઘટના બની જેનાથી પોલીસ-અધિકારીઓ પણ માથું ખંજવાળવા લાગ્યા હતા. સામાન્ય રીતે ગંભીર ગુનો થાય ત્યારે લોકો પોલીસને બોલાવે છે, પણ અહીં એક મહિલાએ પોલીસ એટલા માટે બોલાવી કે તેના પતિએ કિચનમાં વાસણ ઘસ્યાં નહોતાં. આ મહિલા કિચનમાં સાંજનું જમવાનું બનાવવા પહોંચી ત્યારે બપોરનાં રસોઈનાં વાસણો ધોયા વગરનાં પડ્યાં હતાં. તેણે તેના પતિને વાસણ ધોવા માટે વિનંતી કરી, પણ પતિએ તેની આ વિનંતીની અવગણના કરીને તેનું અપમાન કર્યું એટલે આ મહિલાએ પોલીસને ફોન કર્યો હતો.

સોશ્યલ મીડિયા અનુસાર પત્નીએ પોલીસ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો ત્યારે નિર્દોષતાથી કહ્યું હતું કે સાહેબ, મને કહો, જો વાસણો સાફ નહીં હોય તો હું સાંજનું ખાવાનું કેવી રીતે બનાવીશ? મહિલાની વાત સાંભળીને પોલીસે તેમના હાસ્યને દબાવીને પતિ-પત્નીને હળવાશથી સમજાવ્યાં હતાં અને સમાધાન કરાવ્યું હતું. આ દંપતીનાં લગ્નને બે વર્ષ થયાં છે અને હાલમાં તેમને કોઈ સંતાન નથી.

offbeat news uttar pradesh Crime News social media national news