✕

ગૃહપ્રવેશનું મુહૂર્ત સાચવવા લગ્ન પછી દુલ્હન ૪ કલાકમાં ૧૮ કિલોમીટર ચાલીને પહોંચી સાસરે

23 October, 2026 04:06 PM IST  |  Uttarakhand | Gujarati Mid-day Correspondent

ઉત્તરાખંડના ચકરાતા બ્લૉકના ઉદાવા ગામમાં પાકા રસ્તા ન હોવાથી લગ્ન પછી એક દુલ્હને પગપાળા ચાલીને સાસરે પહોંચવું પડ્યું હતું. બુલ્હાડ ગામમાં રહેતી શર્મિલા નામની યુવતીનાં લગ્ન ઉદાવા ગામના અનિલ ચૌહાણ નામના છોકરા સાથે થયાં હતાં.

મુહૂર્ત સાચવવા દુલ્હન ૧૮ કિમી ચાલી

ઉત્તરાખંડના ચકરાતા બ્લૉકના ઉદાવા ગામમાં પાકા રસ્તા ન હોવાથી લગ્ન પછી એક દુલ્હને પગપાળા ચાલીને સાસરે પહોંચવું પડ્યું હતું. બુલ્હાડ ગામમાં રહેતી શર્મિલા નામની યુવતીનાં લગ્ન ઉદાવા ગામના અનિલ ચૌહાણ નામના છોકરા સાથે થયાં હતાં. લગ્ન પછી દંપતી પાછું ઘરે આવી રહ્યું હતું. બુલ્હાડ ગામથી જાનની ગાડીઓનો કાફલો લોખંડી ગામ સુધી તો આરામથી આવી ગયો, પરંતુ એ પછીના ૧૮ કિલોમીટરનું અંતર કાપવામાં અસલી કસોટી થઈ. આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ અહીં પાકો રસ્તો નથી બન્યો. એને કારણે દુલ્હા-દુલ્હને ચાલીને ઘરે પહોંચવાનું હતું. બીજા જાનૈયાઓ માટે તો ઠીક હતું, પરંતુ શર્મિલા શાદીના લેહંગામાં ભારે દાગીના સાથે લદાયેલી હતી. જોકે એને કારણે તે ધીમે-ધીમે ચાલે તો ગૃહપ્રવેશ માટેનું મુહૂર્ત સચવાય એમ નહોતું. સાસુમાએ તેને જલદી પગ ઉપાડવા કહ્યું એ પછી દુલ્હને ઉબડખાબડ રસ્તાવાળો ૧૮ કિલોમીટરનો રસ્તો ચાલીને પાર કરી નાખ્યો. આ ઘટનાનો વિડિયો પણ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. દુર્ગમ પહાડી જેવા વિસ્તારમાં લગ્નના ભારે કૉસ્ચ્યુમમાં આટલા કિલોમીટરનું ચડાણ હસતાં-રમતાં કરી રહેલી શર્મિલાનો વિડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. એનર્જેટિક દુલ્હનની સામે બીજા થાકી ગયેલા જાનૈયાઓ પણ વિડિયોમાં જોઈ શકાય છે. 

uttarakhand viral videos social media national news offbeat news