ઉત્તરાખંડ પોલીસે બે વિડિયો શૅર કરીને કહ્યું... શક્તિમાન નહીં, બુદ્ધિમાન બનો

21 November, 2025 11:49 AM IST  |  Uttarakhand | Gujarati Mid-day Correspondent

લોકોની જાગૃતિ માટે ઉત્તરાખંડ પોલીસ છેલ્લા બે દિવસથી ખતરનાક સ્ટન્ટ જેવા વિડિયો શૅર કરી રહી છે

પ્રતીકાત્મક તસવીર

લોકોની જાગૃતિ માટે ઉત્તરાખંડ પોલીસ છેલ્લા બે દિવસથી ખતરનાક સ્ટન્ટ જેવા વિડિયો શૅર કરી રહી છે. પહેલા વિડિયોમાં એક જીપ જેવી મોટી કાર ઘાટી વિસ્તારમાં જઈ રહી છે. એ કારની ઉપર એટલોબધો સામાન લાદવામાં આવ્યો છે કે જ્યારે ઘાટી પર વળાંક આવે છે ત્યારે વજનને કારણે કારનાં આગળનાં પૈડાં ઊંચાં થઈ જાય છે અને હમણાં કાર સંતુલન ગુમાવીને સાઇડની ખીણમાં પડી જશે એવી ક્ષણ આવે છે. જોકે ડ્રાઇવરની સમયસૂચકતાને કારણે કાર બચી જાય છે, પરંતુ દર વખતે આવો બચાવ થવો શક્ય નથી. આ વિડિયો પોસ્ટ કરીને પોલીસે કહ્યું હતું કે ઓવરલોડિંગ એ નાનીસૂની ભૂલ નથી. 

બીજા એક વિડિયોમાં ઓવર-કૉન્ફિડન્સમાં સ્ટન્ટ કરી રહેલા બાઇકરનો વિડિયો છે. ફુલ સ્પીડમાં દોડી રહેલી બાઇક પર ઊભા થઈને સામાન્ય રોડ પર સ્ટન્ટ કરી રહેલો બાઇકર સંતુલન ગુમાવતાં ઊંધા માથે રોડ પર પટકાય છે અને તેની બાઇક સ્પીડમાં આગળ વધીને રોડના કિનારે ફંટાઈ જાય છે અને માટીના ઢેર સાથે અથડાઈને ઊછળે છે. આ વિડિયો શૅર કરીને પોલીસે કહ્યું કે આવા શક્તિમાન બનવાને બદલે બુદ્ધિમાન બનો, સેફ રહેશો.

offbeat news india national news uttarakhand social media viral videos