✕

પત્ની સાથે ઝઘડો સુલઝાવવા AI પાસે મદદ માગી તો ChatGPTએ પતિને સલાહ આપી, છૂટાછેડા લઈ લો

17 November, 2026 02:56 PM IST  |  Vadodara | Gujarati Mid-day Correspondent

આ બગડેલી પરિસ્થિતિમાં હવે શું કરવું? તો એ માટે AIએ પતિને છૂટાછેડા લેવાની સલાહ આપી દીધી. ટીચરે એ વાત પણ માની લીધી અને પત્નીથી છૂટાછેડા માગી લીધા. બરાબર ગિન્નાયેલી પત્ની મહિલા હેલ્પલાઇનમાં ફરિયાદ કરવા ગઈ.

AIની સલાહ ભારે પડી

ક્યારેક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) પાસેથી સલાહ લેવાનું ભારે પડી શકે છે, કેમ કે સંબંધોની બાબતમાં AI જે સલાહ આપે છે એ જોખમી હોય છે. વડોદરામાં એક ટીચર પત્ની સાથે ખુશ નહોતા. તેમણે અંગત સમસ્યા માટે બીજા કોઈની સાથે વાત કરવાને બદલે AIની મદદ લેવાનું વિચાર્યું. જોકે AIએ જે સૂચનો આપ્યાં હતાં એમ કરવાથી તો પત્ની વધુ ગુસ્સે થઈ ગઈ. AIએ ઝઘડો થાય ત્યારે ઑડિયો-વિડિયો રેકૉર્ડ કરવાની સલાહ આપી હતી. ઝઘડા રેકૉર્ડ કરવા જતાં વાત વધુ વણસી હતી. આ બગડેલી પરિસ્થિતિમાં હવે શું કરવું? તો એ માટે AIએ પતિને છૂટાછેડા લેવાની સલાહ આપી દીધી. ટીચરે એ વાત પણ માની લીધી અને પત્નીથી છૂટાછેડા માગી લીધા. બરાબર ગિન્નાયેલી પત્ની મહિલા હેલ્પલાઇનમાં ફરિયાદ કરવા ગઈ. જ્યારે મહિલા હેલ્પલાઇનની ટીમ તેમના ઘરે પહોંચી ત્યારે ખબર પડી કે ટીચરે AIની સલાહથી ડિવૉર્સ માગ્યા હતા. હેલ્પલાઇન તરફથી ઘરે આવેલી ટીમે પતિ-પત્નીને કાઉન્સેલર પાસે ઝઘડો સુલઝાવવાનું સૂચન કર્યું હતું.

gujarat ai artificial intelligence relationships news offbeat news