✕

અજગરના મોંમાં થયું કૅન્સર, ડૉક્ટરોએ સર્જરી કરીને સાજો કર્યો

15 October, 2026 08:40 PM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Correspondent

છત્તીસગઢના અંબિકાપુરમાં પ્રાણીનિષ્ણાતોએ એક અજગરની સર્જરી કરી હતી. સ્નેકમૅન સત્યમ દ્વિવેદીએ આ અજગરને રેસ્ક્યુ કર્યો હતો. જ્યારે આ અજગર મળ્યો ત્યારે એના મોંનો ભાગ ફૂલી ગયો હતો. મોટી ગાંઠ હોવાથી એ કંઈ ખાઈ-પી શકતો નહોતો.

અજગરના મોંમાં થયું કૅન્સર, ડૉક્ટરોએ સર્જરી કરીને સાજો કર્યો

છત્તીસગઢના અંબિકાપુરમાં પ્રાણીનિષ્ણાતોએ એક અજગરની સર્જરી કરી હતી. સ્નેકમૅન સત્યમ દ્વિવેદીએ આ અજગરને રેસ્ક્યુ કર્યો હતો. જ્યારે આ અજગર મળ્યો ત્યારે એના મોંનો ભાગ ફૂલી ગયો હતો. મોટી ગાંઠ હોવાથી એ કંઈ ખાઈ-પી શકતો નહોતો. ઇન્ડિયન રૉક પાયથન પ્રજાતિનો આ અજગર નબળાઈને કારણે સાવ જ હલનચલન વિના પડી રહેતો હતો. બિલાસપુરમાં વન્યજીવ નિષ્ણાતો દ્વારા એને તપાસવામાં આવ્યો અને અલગ-અલગ પ્રકારની ટેસ્ટ કરીને એને કૅન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. પ્રાણીના નિષ્ણાત ડૉ. પીયૂષ દુબેએ આ અજગરની જટિલ સર્જરી કરી હતી. સાડાત્રણ કલાક ચાલેલી સર્જરીમાં ડૉક્ટરોએ અજગરના મોંમાંથી ૮.૫ કિલોની ગાંઠ કાઢી હતી. સરીસૃપ વર્ગના પ્રાણીઓમાં કૅન્સરની સર્જરીનો આ પહેલો સફળ કેસ હોવાનું મનાય છે. ગયા વર્ષે મધ્ય પ્રદેશના બૈતુલ જિલ્લામાં એક ધામણ સાપમાં પણ આવું ટ્યુમર જોવા મળ્યું હતું અને સ્થાનિક ગામવાસીઓએ ભેગા મળીને સરકારી પશુ ચિકિત્સાલયમાં એની સારવાર કરાવી હતી. 

offbeat news chhattisgarh social media india national news