૧૦૦ વર્ષ જૂના શૌચાલયમાં બની છે ફાઇવસ્ટાર હોટેલ

22 October, 2025 02:14 PM IST  |  Oxford | Gujarati Mid-day Correspondent

સેન્ટ જૉઇલ્સ રોડ પર વચ્ચોવચ અન્ડરગ્રાઉન્ડમાં બનેલી છે

આ વિચિત્ર હોટેલનું નામ છે ધ નેટ્ટી

બ્રિટનના ઑક્સફર્ડમાં ૧૦૦ વર્ષ જૂના એક પબ્લિક ટૉઇલેટને લક્ઝરી હોટેલમાં બદલી નાખવામાં આવ્યું છે. આ વિચિત્ર હોટેલનું નામ છે ધ નેટ્ટી. આ હોટેલની જગ્યા પણ યુનિક છે. એ સેન્ટ જૉઇલ્સ રોડ પર વચ્ચોવચ અન્ડરગ્રાઉન્ડમાં બનેલી છે. આ હોટેલમાં માત્ર બે જ રૂમ છે અને એનું ભાડું એક રાતના ૧૮,૦૦૦ રૂપિયાથી શરૂ થાય છે. જેમ વિદેશોમાં ઘર ભાડે આપતી વખતે કોઈ રિસેપ્શન કે રૂમ-સર્વિસ નથી હોતી એમ આ હોટેલમાં પણ સેલ્ફ ચેક-ઇન કરવાનું રહે છે. મહેમાનોને કોડ આપી દેવામાં આવે છે જેના આધારે તેમણે જાતે હોટેલનો રૂમ ખોલીને રહેવાનું હોય છે. કંઈક ગરબડ થાય તો હેલ્પલાઇન નંબર આપેલો છે.

great britain england offbeat news international news world news news