દોસ્તના ખભા પર બેસીને નાચી રહેલો વરરાજા જમીનદોસ્ત

22 June, 2021 11:56 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

માઇક્રો-બ્લૉગિંગ સાઇટ પર આવો જ એક વિડિયો વાઇરલ થયો છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

લગ્નની વાત આવે એટલે આનંદ-ઉમંગ છવાઈ જાય. જેમનાં લગ્ન થવાનાં હોય તેમને માટે તો આ ખૂબ સ્પેશ્યલ દિવસ હોય જ છે, પણ લગ્નમાં આમંત્રિત લોકો માટે પણ તે એક સંભારણું બની જાય છે. ઢોલ-નગારાં અને અન્ય વાજિંત્રો સાથે જાનૈયાઓ નાચતા હોય એ સમયે થતી ધમાલ-મસ્તી આજીવન યાદગીરી બની જાય છે. ઘણી વાર દુલ્હેરાજા પણ મિત્રો-સગાંસંબંધીઓ સાથે મળીને નાચવા માંડે છે.

માઇક્રો-બ્લૉગિંગ સાઇટ પર આવો જ એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં મિત્રના ખભા પર બેસીને નાચી રહેલા વરરાજાનું બૅલૅન્સ જતાં તે મિત્ર સાથે ભોંયભેગો થઈ ગયો હતો. યોગાનુયોગ આ વખતે ઑર્કેસ્ટ્રા પર ‘દમ’ ફિલ્મનું ‘બાબુજી ઝરા ધીરે ચલો, ગિરી ગિરી ગિરી ગિરી બિજલી ગિરી’ ગીત વાગી રહ્યું હતું.

ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયો નિરંજન મહાપાત્રા નામના એક યુઝરે શૅર કર્યું છે, જેની સાથે કૅપ્શનમાં લખ્યું છે, ‘ઔર બિજલી ગિર ગઈ’.

અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયોને ૧,૬૭,૦૦૦ વ્યુઝ મળ્યા છે.

offbeat news national news viral videos