05 January, 2026 09:54 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
અઘોરી બાબા
ક્યારેક જેના હાથમાં કાયદાનાં પુસ્તકો હતાં તે યુવાનના હાથમાં આજે રુદ્રાક્ષની માળા છે અને શરીરે રાખ ચોપડેલી છે. સોશ્યલ મીડિયા પર ૩૯ સેકન્ડનો એક વિડિયો છે જેમાં એક યુવાન અઘોરી બાબા દિલની સચ્ચાઈથી એક જવાબ આપતા નજરે પડે છે. ૨૦૧૩માં અલાહાબાદ યુનિવર્સિટીમાંથી લૉની ડિગ્રી મેળવ્યા પછી આ યુવાન અઘોરી બાબા બની ગયો છે. એક પત્રકાર તેને પૂછે છે કે વકીલ બન્યા પછી સંસાર છોડીને અઘોરી કેમ બની ગયા? એના જવાબમાં ક્ષણભર મૌન રહીને અઘોરી બાબા કહે છે, ‘મને પ્રેમ થઈ ગયો હતો.’ આ બોલતી વખતે તેની આંખોમાં એ શબ્દોનું દર્દ અને સન્નાટો સ્પષ્ટ જોઈ શકાય છે. પત્રકાર ફરી પૂછે છે કે પ્રેમ કોની સાથે થયો હતો? તો બાબા તે વ્યક્તિનું નામ આપવાને બદલે કહે છે, ‘પ્રેમ બહુ ઊંડો હોય છે. મને ૨૦૧૩માં થયો હતો. પ્રેમ કદી ન કરતા. પ્રેમ એટલો ઊંડો હોય છે કે એમાં માણસ ખુદને જ નહીં; પોતાના પરિવાર, ભાઈ-બહેનને જ નહીં; આખી સૃષ્ટિ અને પોતાના પ્રાણ પણ ત્યાગી દે છે.’
પ્રેમમાં પછડાટ ખાઈને સંસાર છોડી દેનારા આ અઘોરી બાબાની વાત સાંભળીને ભલભલા લોકો ઇમોશનલ થઈ જાય છે.