09 January, 2026 01:22 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ઉત્તર ભારતમાં જ્યાં બરફવર્ષા થાય છે ત્યાં પાણીની પાઇપોમાં બરફ જામી જાય એ તો સમજી શકાય, પણ રાજસ્થાનમાં પણ એટલી ઠંડી પડી રહી છે કે ખેતરોમાં પાણી વાળવા માટે બહાર મૂકેલી પાઇપોમાંનું પાણી પણ થીજી ગયું હતું. સોશ્યલ મીડિયામાં કોઈએ એક વિડિયો શૅર કર્યો હતો જેમાં આખી રાતની ઠંડીમાં પાઇપમાં બરફ જામી ગયેલો દેખાય છે. ખેતરમાં પાણી નાખવા માટે પમ્પ ચાલુ કરતાં સહેજ નૉર્મલ ટેમ્પરેચરના પાણીના દબાણથી જામેલા બરફના ટુકડા નીકળી રહ્યા છે.