✕

દુકાનમાં આવીને દુકાનદારને વહાલથી જાદુની જપ્પી આપી લંગૂરે

28 October, 2026 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયામાં એક દુકાનના CCTV કૅમેરામાં કેદ થયેલો વિડિયો વાઇરલ થયો છે. મોબાઇલ રિપેરિંગની દુકાનમાં એક યુવાન કાઉન્ટર પાસે બેસીને કામમાં મશગૂલ હતો ત્યારે અચાનક જ એક લંગૂર કાઉન્ટર પર આવે છે અને શાંતિથી બેસી જાય છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

સોશ્યલ મીડિયામાં એક દુકાનના CCTV કૅમેરામાં કેદ થયેલો વિડિયો વાઇરલ થયો છે. મોબાઇલ રિપેરિંગની દુકાનમાં એક યુવાન કાઉન્ટર પાસે બેસીને કામમાં મશગૂલ હતો ત્યારે અચાનક જ એક લંગૂર કાઉન્ટર પર આવે છે અને શાંતિથી બેસી જાય છે. એ સમયે દુકાનમાં બીજો માણસ પણ ઊભો હોય છે, પણ તે લંગૂરને જોઈને ચુપકેથી ત્યાંથી સરકી જાય છે. ખુરસી પર બેઠેલો યુવાન સહેજ ખચકાય છે, પણ લંગૂરભાઈ શાંતિથી તેની પાસે આવે છે અને ખોળામાં બેસી જાય છે. હજી આટલું ઓછું હોય એમ બે-ચાર પળ પછી લંગૂર યુવાનને ગળે વળગાડે છે અને હાથ-પગ બન્ને યુવાનના શરીરના ફરતે વીંટાળીને ટાઇટ હગ આપે છે. લંગૂર પોતાનું માથું દુકાનદારના ખભે ઢાળી દે છે. આ વિડિયો વાઇરલ થયા પછી દુકાનદારે બહારના ઍન્ગલથી લેવાયેલો બીજો વિડિયો પણ પોતાના સોશ્યલ અકાઉન્ટ પર શૅર કર્યો છે. એમાં યુવાન તેના હાથમાં કંઈક છે એ લંગૂરને ધરતો હોય એવું દેખાય છે, પણ લંગૂર એ ચીજ તરફ ધ્યાન આપવાને બદલે ખોળામાં બેસીને વળગી પડે છે.

viral videos social networking site social media animal national news offbeat news india