Viral News: 500 કરોડ Capવાળી દીકરી માટે મારવાડી-ગુજરાતી મુરતિયા શોધવા નીકળ્યો મુંબઈનો ધનિક પરિવાર ને છવાઈ ગયો

15 February, 2025 07:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Viral News: ૫૦૦ કરોડ પ્લસ માર્કેટ કેપ ધરાવતી કંપની વાળા પરિવારને ૨૮ વર્ષની દીકરી માટે કોઈ મારવાડી કે ગુજરાતી જ્ઞાતિનો મુરતિયો જોઈએ છે.

નવદંપતીની પ્રતીકાત્મક તસવીર અને જાહેરાતનો સ્ક્રીનશૉટ (સૌજન્ય : રેડિટ / ઇંડિયન સોશિયલ)

Viral News: મુંબઈના કોઈ ધનિક પરિવારની લગ્ન માટેની જાહેરાત અત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. અહીં છોકરી માટે મુરતિયો શોધવામાં આવી રહ્યો છે. વળી, આ છોકરીની ઊંચાઈ, રંગ કે એજ્યુકેશન જેવી કોઈ માહિતી આપવાને બદલે એવું જણાવાયું છે કે ૫૦૦ કરોડ પ્લસ માર્કેટ કેપ વાળી કંપની વાળા પરિવારને ૨૮ વર્ષની દીકરી માટે કોઈ મારવાડી કે ગુજરાતી જ્ઞાતિનો મુરતિયો જોઈએ છે.

મુંબઈના કોઈ ધનિક વ્યાપારી પરિવારની આવી જાહેરખબર અખબારમાં જોઈને તે ફેમસ થઈ છે. સોશિયલ મીડિયામાં તેનો જ વાયરો છે. આ જાહેરાત રેડિટ પર શેર થયા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. 

Viral News: જોકે, આ જાહેરાતમાં માર્કેટ કેપ શબ્દનો ઉલ્લેખ જોઈને લોકોને નવાઈ લાગી રહી છે. મોટેભાગે આ શબ્દ કંપનીના શેરના કુલ મૂલ્યને બતાવવા માટે કરવામાં આવે છે. 

બસ, આ જ કારણોસર સોશિયલ મીડિયામાં તેની પર કમેન્ટ્સનું ઘોડાપૂર ઊમટ્યું છે. કેટલાક લોકોએ લખ્યું છે કે એ લોકોના જેવુ સ્ટેટ્સ ધરાવતા મુરતીયાને શોધવાનો આ રસ્તો બરાબર છે. 

એક વ્યક્તિએ તો આ પોસ્ટ પર લખ્યું હતું કે, "હું આવી જાહેરાતો (Viral News) પર ક્યારેય વિશ્વાસ કરતો નથી. 500 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા પરિવારોને તો મોટેભાગે પોતાના જ ચુસ્ત સરકલ્સ હોય છે. તો તેમાંથી જ કામ થઇ જાય. મને તો લાગે છે તે લોકોએ આ રીતે જાહેરાત કરવાની જરૂર જ નથી પડતી.

કોઈએ તો એમ પણ લખ્યું છે કે, "તેનો સંપર્ક નંબર મને મોકલો"

એકે ટિપ્પણી કરી હતી કે, "હું જ મારવાડીમાં પરિવર્તિત થઈ જવા તૈયાર છું"

એકે મજાક કરતાં લખ્યું કે, "શું આ બિઝનેસ મર્જર છે કે લગ્નનો પ્રસ્તાવ છે?" 

તો બીજો તો સલાહ આપતાં કહે છે કે,  "આટલું માર્કેટ કેપ છે તો બીએસઈ મે લિસ્ટ કરો ને.  પેપરમાં લિસ્ટિંગ કરવાથી શું વળશે?"

Viral News: તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઉત્તર પ્રદેશના મેરઠના 26 વર્ષીય ઇન્વેસ્ટરની વૈવાહિક  જાહેરાત પણ આવી જ રીતે વાયરલ થઈ હતી. તેમાં દાવો કરાયો હતો કે તે દર વર્ષે 29 લાખ રૂપિયાની કમાણી કરે છે, અને ઉમેર્યું હતું કે તેની આવક દર વર્ષે 54 ટકા વધી રહી છે.

જોકે, આ જાહેરાતમાં જે તે વ્યક્તિનાં શારીરિક દેખાવ અને જાતિની પણ માહિતી (Viral News) આપવામાં આવી હતી. પરંતુ તેમાં જે નાણાકીય પ્રમાણપત્રોની વાત કરી હતી તેને કારણે તે વાયરલ થઈ હતી. આમાં જે વ્યક્તિ હતી તે ભારતીય શેરબજારમાં સક્રિય હોવાનું કહેવાયુ હતું અને તેણે પોતાની આવક અસાધારણ દરે વધારવાની વાત પોતાના જ અનુભવને આધારે કહી હતી.

offbeat news social media gujarati community news gujaratis of mumbai mumbai