કોરોના પછી દર વર્ષે ત્રણથી વધારે ફૉરેન ટ્રિપ કરતા ભારતીયોમાં ૨૫ ટકાનો વધારો

23 April, 2024 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટા ભાગની મહિલાઓ વિન્ડો-સીટ પસંદ કરે છે, જ્યારે પુરુષો છેડેની સીટને પ્રાથમિકતા આપે છે.

પ્રતીકાત્મક તસવીર

દર વર્ષે ફૉરેન ટ્રિપ કરતા ભારતીયોની સંખ્યા આકાશને આંબી છે. મેક માય ટ્રિપના ઇન્ડિયા ટ્રાવેલ ટ્રેન્ડ્સ રિપોર્ટ અનુસાર કોરોના  પછી વર્ષે ત્રણથી વધારે વખત વિદેશ-પ્રવાસ કરતા ભારતીયોની સંખ્યામાં ૨૫ ટકાનો વધારો થયો છે. રિપોર્ટમાં ૧૦ કરોડથી વધારે ઍક્ટિવ ટ્રાવેલર્સના ડેટાના આધારે વિમાનના પ્રવાસીઓ કઈ સીટ વધુ પસંદ કરે છે અને લંચમાં શું સૌથી વધારે ઑર્ડર કરે છે જેવાં રસપ્રદ તારણો સામે આવ્યાં હતાં. રિપોર્ટમાં કેટલા લોકો ઍડ્વાન્સ બુકિંગ કરે છે એ વિશે પણ રસપ્રદ જાણકારી આપવામાં આવી છે. કુલ ઇન્ટરનૅશનલ બુકિંગમાં માત્ર ત્રીજા ભાગનું બુકિંગ ઍડ્વાન્સ થાય છે. કલકત્તાના લોકો ભારતમાં કે વિદેશમાં વિમાનપ્રવાસ માટે ત્રણ મહિના અગાઉથી ટિકિટ બુક કરાવી લે છે. મોટા ભાગની મહિલાઓ વિન્ડો-સીટ પસંદ કરે છે, જ્યારે પુરુષો છેડેની સીટને પ્રાથમિકતા આપે છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં લોકો ટમેટા-કાકડીની ચીઝવાળી સૅન્ડવિચ સૌથી વધુ ઑર્ડર કરે છે. આંકડા અનુસાર ૪૬ ટકા ડોમેસ્ટિક પ્રવાસીઓ એક વીક કરતાં ઓછા સમયમાં બુકિંગ કરે છે, જ્યારે અડધાથી વધુ ઇન્ટરનૅશનલ બુકિંગ ઓછામાં ઓછાં બે અઠવાડિયાં પહેલાં થાય છે.

offbeat videos offbeat news covid19