20 September, 2024 12:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોશિયલ મીડિયા ફોટો
રીલ બનાવીને સોશ્યલ મીડિયામાં છવાઈ જવા માટે લોકો જાણ્યે-અજાણ્યે મોતના મુખમાં પહોંચી જાય છે. આવા અનેક કિસ્સા હમણાં બન્યા છે ત્યારે આવી જ એક રીલ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. એક મહિલાએ કૂવાની પાળ પર બેસીને તેના બાળકને કૂવામાં લટકાવ્યો હતો અને ગીત ગાવાની ઍક્ટિંગ કરતી હતી. સહેજ પણ ગફલત થઈ હોત તો બાળક સીધું કૂવામાં પડ્યું હોત. આ વાતની દરકાર કર્યા વિના મહિલાએ બાળકને કૂવામાં લટકાવીને વિડિયો બનાવ્યો હતો. સોશ્યલ મીડિયામાં લોકોએ આ વિડિયો જોઈને બહુ આકરા શબ્દો કહ્યા છે.