ઝવેરીએ ફેંકી દીધેલા ફાટેલા ગાલીચામાંથી એક ડાહ્યો માણસ સોનાની ધૂળ એકઠી કરીને ૬ લાખ રૂપિયા રળ્યો

22 October, 2025 01:33 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ખૂબ મહેનત અને એનર્જી લગાવ્યા પછી કચરો-કચરો બળી ગયો અને માત્ર જે બચ્યું એ સોનું રહ્યું. આ સોનું લગભગ ૬ લાખ રૂપિયાનું હતું એવો દાવો કરવામાં આવી રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સોનાની ચમક તો બધા જ જાણે છે, પરંતુ શું તમને લાગે છે કે કોઈ ફાટેલો ગાલીચો પણ લાખોપતિ બનાવી શકે? એક વાઇરલ વિડિયોમાં એક માણસે આવો દાવો કર્યો છે. વિડિયોમાં દેખાડ્યા મુજબ એક કચરો વીણવાવાળા માણસે સોનીને ત્યાં વપરાતા એક ગાલીચાને કચરામાં પડેલો જોયો. દિવાળીની સફાઈ પહેલાં ઝવેરીએ જ્વેલરી શૉપનું રિનોવેશન કરાવ્યું ત્યારે તેણે જૂનો ગંદો ગાલીચો એમ જ કચરામાં ફેંકી દીધો હતો. કચરો ઉઠાવવાવાળાને એ ખબર પડી. કબાડીવાળાએ એ ગાલીચો અલગ કરીને ખાસ ફૅક્ટરીમાં રીસાઇક્લિંગ માટે મોકલ્યો. ત્યાં એને અલગ-અલગ કેમિકલ નાખીને ધોવામાં આવ્યો અને એમાંથી નીકળેલા સૉલિડ કચરાને ખૂબ ઊંચા તાપમાને ઉકાળવામાં આવ્યો. ખૂબ મહેનત અને એનર્જી લગાવ્યા પછી કચરો-કચરો બળી ગયો અને માત્ર જે બચ્યું એ સોનું રહ્યું. આ સોનું લગભગ ૬ લાખ રૂપિયાનું હતું એવો દાવો કરવામાં આવી રહ્યો છે.

ઝવેરીને ત્યાં ઘરેણાંનું ઘડામણ, પૉલિશિંગ અને કારીગરી કરતી વખતે ધૂળની રજકણો ગાલીચા પર પડતી હોય છે જેને મોટા ભાગના ઝવેરીઓ ઇગ્નૉર કરતા હોય છે.

viral videos offbeat news national news