01 May, 2026 01:11 PM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
બંગલાદેશના એક રેલવે-સ્ટેશન પર પિતા પ્લૅટફૉર્મ પરથી નીચે પાટા પર પડી ગયેલા પુત્રને બચાવવા માટે સેકન્ડોમાં નિર્ણય લઈને ટ્રેન પસાર થાય એ પહેલાં ખુદ પાટા પર કૂદી પડ્યા હતા અને પુત્રને બચાવ્યો હતો. આ ઘટનાનો વિડિયો હવે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. ટ્રેન નજીક આવતાંની સાથે જ પિતા તરત જ પાટા પર કૂદી પડ્યા અને બાળકને પોતાના શરીર નીચે રાખીને બચાવ્યો હતો. વાઇરલ ક્લિપમાં દેખાય છે કે ઘણા ડબ્બા તેમના પરથી પસાર થઈ જાય છે અને ટ્રેન પસાર થયા પછી લોકો તેમના તરફ દોડી આવે છે. પિતા અને બાળક બન્ને નાની-મોટી ઈજાઓ વિના આ અગ્નિપરીક્ષામાંથી બચી ગયા હતા.
પિતા-પુત્રને હેમખેમ જોઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘણા લોકોએ પિતાની સમયસૂચકતા અને બહાદુરી બદલ વધાવી લીધા હતા.
જોકે રેલવે-અધિકારીઓએ હજી સુધી સંડોવાયેલા લોકોની ઓળખ અથવા આ ઘટના ક્યાં બની એ વિશે વધુ વિગતોની પુષ્ટિ કરી નથી.