2 લાડુ વધારે લેતા મંદિરના પૂજારીના વાળ ખેંચ્યા અને ઢોર માર માર્યો, વીડિયો વાયરલ

19 June, 2025 06:55 AM IST  |  Lucknow | Gujarati Mid-day Online Correspondent

65 સેકન્ડના આ વીડિયો ક્લિપમાં એક પુરુષ પૂજારીને પકડી રાખે છે જ્યારે બીજા પુરુષ તેને માર મારી રહ્યા છે. કેટલીક મહિલાઓ દરમિયાનગીરી કરીને પુરુષોને પૂજારી પર હુમલો કરતા રોકવાનો પ્રયાસ કરતી જોઈ શકાય છે, પરંતુ તેમના પ્રયાસો નિરર્થક રહી.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

ઉત્તર પ્રદેશના ફતેહપુરમાંથી એક ચોંકાવનારી (Viral Video) ઘટના સામે આવી છે. આ ઘટનામાં મંદિરમાં કેટલાક ભક્તોએ પૂજારીને માર માર્યો હતો. મંદિર પરિસરમાં ભક્તો એક મંદિરના પૂજારીને માર મારતા જોવા મળતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજ મુજબ, આ ઘટના 15 જૂનના રોજ સવારે 8:30 વાગ્યે બની હતી, જ્યારે પૂજારી પ્રસાદ ચઢાવી રહ્યા હતા.

આ સમય દરમિયાન, એક ભક્ત પ્રસાદમાંથી બે વધારાના લાડુ લેવા બદલ પૂજારી (Viral Video) પર ગુસ્સે થયો હોવાના અહેવાલ છે. પૂજારી અને લોકો વચ્ચે વિવાદ થયો હતો અને તે ઝઘડો ટૂંક સમયમાં વધી ગયો અને હિંસક બની ગયો. લોકોએ પૂજારી પર હુમલો કર્યો અને તે કઈ બોલે તે પહેલા જ લોકોએ તેના વાળ ખેંચ્યા અને પછી મુક્કા અને લાફા મારવાનું શરૂ કર્યું.

65 સેકન્ડના આ વીડિયો ક્લિપમાં (Viral Video) એક પુરુષ પૂજારીને પકડી રાખે છે જ્યારે બીજા પુરુષ તેને માર મારી રહ્યા છે. કેટલીક મહિલાઓ દરમિયાનગીરી કરીને પુરુષોને પૂજારી પર હુમલો કરતા રોકવાનો પ્રયાસ કરતી જોઈ શકાય છે, પરંતુ તેમના પ્રયાસો નિરર્થક રહી.

પોલીસે કાર્યવાહી કરી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર (Viral Video) વાયરલ થયેલા વીડિયો પર ફતેહપુર પોલીસે પ્રતિક્રિયા આપી છે. "આ કિસ્સામાં, ખાગા પોલીસ સ્ટેશનમાં મળેલી લેખિત માહિતીના આધારે, સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને નિયમો અનુસાર જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે," પોલીસે X પર જણાવ્યું.

બિહારમાં અંધશ્રદ્ધાની વિચિત્ર ઘટના

બિહારના ચંપારણ જિલ્લાના એક ગામમાં પાળતુ ભેંસના પેટમાંથી મોટો લાલ રંગનો પથ્થર નીકળ્યો. સ્થાનિક લોકો એને શિવલિંગનું સ્વરૂપ (Viral Video) માની બેઠા છે. લોકોનું કહેવું છે કે ભેંસના પેટમાંથી ભગવાન શંકર પ્રગટ થયા છે. બલ્ડીહા ગામના જમાદાર યાદવ નામના ભાઈની પાળેલી ભેંસ અચાનક ખૂબ ખાંસવા લાગી હતી. આખરે એક ખૂબ મોટા અવાજ સાથે તેના મોઢામાંથી એક પથ્થર બહાર પડ્યો. એ પથ્થર ઘેરા લાલ-મરૂન રંગનો છે અને એમાં કોઈ કોતરણી જેવું છે. પથ્થરના શિવલિંગ જેવા આકારને લીધે લોકો એને શિવજીનું સ્વરૂપ માનવા લાગ્યા છે. યાદવભાઈએ એ પથરાને ધોઈને કથરોટમાં મૂકી એની પૂજા કરીને લોકોને દર્શન માટે મૂક્યો છે. લોકો હવે એના પર બીલીપત્ર અને ફૂલ ચડાવીને પૂજા કરે છે. પૂજારીઓનું કહેવું છે કે આ તો સાક્ષાત ભૈરવબાબાનો અવતાર છે.

viral videos hinduism uttar pradesh offbeat news national news Crime News