ખોવાયેલી સાડી માટે મહિલાએે દીકરાને દસમા માળની બાલ્કનીમાંથી ચાદર બાંધીને નીચે ઉતાર્યો

24 February, 2026 02:32 PM IST  |  Faridabad | Gujarati Mid-day Correspondent

એ પછી તેની મા અને બીજા લોકો ચાદરને ઉપર ખેંચીને પાછો દીકરાને દસમા માળે લઈ લે છે. આ ફુટેજ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા પછી કેટલાક લોકોએ કહ્યું છે કે આવી માની વિરુદ્ધ ફરિયાદ કરવી જરૂરી છે, આ પાગલપણું અને ગેરજવાબદારી છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

ફરીદાબાદમાં દસમા માળે રહેતાં એક બહેનની સાડી ખોવાઈ ગઈ હતી. બાલ્કનીની રેલિંગ પર સૂકવવા મૂકેલી સાડી નીચેના માળની બાલ્કનીમાં પડી ગઈ હતી. જોકે સમસ્યા એ હતી કે તેમની નીચેના માળનો ફ્લૅટ બંધ હતો. હવે બંધ ફ્લૅટની બાલ્કનીમાંથી સાડી પાછી કઈ રીતે મેળવવી? બહેને પોતાના દીકરાને બેડશીટથી બાંધ્યો અને પોતાની બાલ્કનીમાંથી નીચે ઉતાર્યો. યાદ રહે કે બહેન પોતે દસમા માળે રહેતાં હતાં. દસમા માળેથી દીકરાને એક માળ નીચે ચાદરથી બાંધીને ઉતારવાની આ ઘટનાનો સામેની બિલ્ડિંગમાં રહેતા કોઈકે ‌વિડિયો ઉતાર્યો હતો. દસમા માળેથી એક સાડી માટે થઈને કોઈ મા પોતાના દીકરાના જીવને જોખમમાં મૂકે? પણ જે વિડિયો-ક્લિપ ફરે છે એમાં તો એવું જ દેખાઈ રહ્યું છે. નાનકડો છોકરો દસમા માળની રેલિંગ પર બાંધેલી ચાદર સાથે નીચે ઊતરે છે અને નવમા માળની બાલ્કનીમાંથી સાડી લઈ લે છે. એ પછી તેની મા અને બીજા લોકો ચાદરને ઉપર ખેંચીને પાછો દીકરાને દસમા માળે લઈ લે છે. આ ફુટેજ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા પછી કેટલાક લોકોએ કહ્યું છે કે આવી માની વિરુદ્ધ ફરિયાદ કરવી જરૂરી છે, આ પાગલપણું અને ગેરજવાબદારી છે.

offbeat news viral videos social media faridabad national news