✕

ખરેખર મુછાળું બાળક જન્મ્યું કે AIની કમાલ છે?

26 October, 2026 01:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયામાં આજકાલ એક નવજાત બાળક મૂછ સાથે જન્મ્યું હોય એવો દાવો કરતો વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં બાળક હૉસ્પિટલના રૂમમાં બ્લુ રંગની ચાદર પર સૂતેલું છે. બાળકને બ્લૅન્કેટમાં લપેટેલું છે.

મુછાળું બાળક?

સોશ્યલ મીડિયામાં આજકાલ એક નવજાત બાળક મૂછ સાથે જન્મ્યું હોય એવો દાવો કરતો વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં બાળક હૉસ્પિટલના રૂમમાં બ્લુ રંગની ચાદર પર સૂતેલું છે. બાળકને બ્લૅન્કેટમાં લપેટેલું છે. તેના માથે કાળા ભમ્મર વાળ છે અને તે આંખો ખોલ-બંધ કરીને જુએ છે. સૌથી નવાઈ પમાડે એવી વાત છે હોઠની ઉપર એકદમ સિમેટ્રિકલ દેખાતી મૂછો. આ બાળક ક્યાં જન્મ્યું છે અને આ વિડિયો ક્યારે લેવાયો છે એની કોઈ સ્પષ્ટતા નથી મળતી, પરંતુ નીનેમેરાત નામના અકાઉન્ટ પરથી પોસ્ટ થયેલો આ વિડિયો ખૂબ જ વાઇરલ થયો છે. મૂછવાળા બાળકને કારણે એ ચર્ચામાં છે. કોઈ બાળક માથે ઘેરા વાળ સાથે જન્મે એવું તો ઘણી વાર બન્યું છે, પરંતુ મૂછ સાથે જન્મે એવું લગભગ અશક્ય છે. એ જ કારણોસર આ વિડિયો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની કરામત હોવાની સંભાવના ઊજળી છે.

offbeat news viral videos social media ai artificial intelligence national news