19 June, 2025 01:32 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પિતા તેના ત્રણ-ચાર વર્ષના બાળકને સિંહની પીઠ પર બેસાડવાની કોશિશ કરી રહ્યો છે
સોશ્યલ મીડિયામાં એક જૂનો વિડિયો વાઇરલ થયો છે. એમાં એક પિતા તેના ત્રણ-ચાર વર્ષના બાળકને સિંહની પીઠ પર બેસાડવાની કોશિશ કરી રહ્યો છે. દીકરો ખૂબ ડરી રહ્યો છે અને રડે પણ છે છતાં પિતાને સિંહ પર બેસાડેલા દીકરાનો ફોટો લેવો જ છે. જોકે છોકરાના રડવાના અવાજથી ચિડાઈને સિંહ ત્યાંથી ઊઠી જાય છે અને વડચકું નાખે છે એટલે તે ડરીને દીકરાને લઈને ત્યાંથી ચાલ્યો જાય છે.
આમ તો આ જૂનો વિડિયો છે, પરંતુ પેરન્ટિંગના મામલે ફરીથી વાઇરલ થયો છે. સંતાનોનો જીવ જોખમમાં મૂકનારા પેરન્ટ્સ કેવી ભૂલો કરે છે એ દર્શાવવા માટે આ વિડિયો મુકાયો છે. આ ઘટના કયા ઝૂની છે એની ખબર નથી, પરંતુ વિડિયો જોઈને અનેક લોકોનું કહેવું છે કે આ બાપને જેલભેગો કરી દેવો જોઈએ.