એક દુલ્હન, ચાર દુલ્હા

24 April, 2026 12:46 PM IST  |  Mirzapur | Gujarati Mid-day Correspondent

એક દુલ્હન, ચાર દુલ્હા : પહેલો ભાગી ગયો, બીજો બીમાર પડ્યો, ત્રીજાએ ના પાડી, ચોથાએ લગ્ન કર્યાં પણ કન્યાને સાસરે ન લઈ ગયા

એક દુલ્હન, ચાર દુલ્હા

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં એક છોકરીનાં લગ્ન એક મજાક બનીને રહી ગયાં. પિપરા ડાડ ગામની વંદના નામની છોકરીનાં લગ્ન વારાણસીમાં એક યુવક સાથે નક્કી થયાં હતાં. જોકે લગ્નના થોડા સમય પહેલાં જ દુલ્હો ફરાર થઈ ગયો. એટલે દુલ્હાના પિતાએ તેના બીજા દીકરા સાથે કન્યાનાં લગ્ન કરાવી આપવાનો પ્રસ્તાવ મૂક્યો. કન્યા પક્ષે એ માન્ય પણ રાખ્યો. જોકે લગ્નની ઘડી આવી ત્યારે બીજો દુલ્હો બીમાર પડી ગયો. પિતાએ પોતાના ત્રીજા દીકરાને લગ્ન કરવા કહ્યું, પણ તેણે ના પાડી દીધી. ચોથો અને સૌથી નાનો દીકરો લગ્નની ચોરીમાં બેઠો. લગ્નવિધિ પૂરી પણ કરી. જોકે વરપક્ષ કન્યાને લીધા વિના જ પાછો જતો રહ્યો. છોકરાના પક્ષે લગ્ન પછી કહ્યું કે વહુને સાસરે ત્યારે જ લઈ જઈશું જ્યારે તેમનો ફરાર થઈ ગયેલો પહેલો દીકરો મળશે, એ વિના કન્યાવિદાય નહીં થાય. હવે દુલ્હનના પરિવારજનો દગાબાજીની ફરિયાદ લઈને જિલ્લાધિકારી કાર્યાલય પહોંચ્યા છે. 

offbeat news national news uttar pradesh mirzapur Crime News