કોણ છે અભિષેક કુમાર? IIM માં ભણી, લાખોની નોકરી છોડી કેમ બન્યા સિક્યોરીટી ગાર્ડ?

16 July, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Who is Abhishek Kumar: IIT કાનપુરમાંથી B.Tech અને IIM અમદાવાદમાંથી MBA કર્યું અને ગોલ્ડમેન સૅક્સ જેવી કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ જેવા હાઇ પ્રોફાઇલ પદ પર પણ કામ કર્યું પરંતુ પછી આ નોકરી છોડી દીધી. પછી અભિષેકે કંઈક એવું બનાવ્યું કે...

અભિષેક કુમાર (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

IIT અને IIM જેવી મોટી સંસ્થાઓમાંથી ડિગ્રી મેળવ્યા પછી, મોટાભાગના લોકો મોટી કંપનીઓમાં નોકરી પાછળ દોડે છે પરંતુ અભિષેક કુમારે એવું કર્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. અભિષેકે IIT કાનપુરમાંથી B.Tech અને IIM અમદાવાદમાંથી MBA કર્યું અને ગોલ્ડમેન સૅક્સ જેવી કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ જેવા હાઇ પ્રોફાઇલ પદ પર પણ કામ કર્યું પરંતુ પછી આ નોકરી છોડી દીધી.

પછી અભિષેકે કંઈક એવું બનાવ્યું જેણે ભારતના અર્બન કમ્યુનિટિ લિવિંગની વ્યાખ્યા બદલી નાખી. તાજેતરમાં ઉદ્યોગપતિ હર્ષ ગોયેન્કાએ X પર અભિષેક કુમારની સફર શૅર કરી, ચાલો જાણીએ…

હર્ષ ગોયેન્કાએ X પર શું લખ્યું?
ઉદ્યોગપતિ હર્ષ ગોયેન્કાએ X પર લખ્યું, `2016 માં, IIT ગ્રેજ્યુએટ અને ગોલ્ડમેન સૅક્સના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ અભિષેક કુમાર 14 કલાકની શિફ્ટમાં કામ કરતા સુરક્ષા ગાર્ડ બન્યા. સમસ્યાઓને સમજવાના આ અનુભવે તેમને `MyGate` બનાવવાની પ્રેરણા આપી. હવે તેમાં 25,000 થી વધુ કમ્યુનિટિ છે અને દર મહિને 10 કરોડથી વધુ ચેક-ઇન થાય છે. લોકો માટે કંઈક નવું બનાવવું હોય તો પહેલા તેમના પગલે ચાલો.`

IIT અને IIM માંથી અભ્યાસ કર્યો છે
અભિષેક કુમારે દિલ્હીની પ્રતિષ્ઠિત દિલ્હી પબ્લિક સ્કૂલ, RK પુરમમાંથી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે IIT કાનપુરમાંથી B.Tech નો અભ્યાસ કર્યો. તેમણે IIT અમદાવાદમાંથી MBA ની ડિગ્રી પણ મેળવી છે.

ગોલ્ડમેન સૅક્સમાં છ વર્ષ કામ કર્યું
તેમણે ફાઇનાન્સ ગોલ્ડમેન સૅક્સમાં છ વર્ષ કામ કર્યું. તેઓ વાઇસ પ્રેસિડેન્ટ બન્યા, પરંતુ આ બધું હોવા છતાં, તેઓ તેમની કારકિર્દીમાં કઇંક અધૂરું હોય તેવું અનુભવતા હતા. પછી અભિષેકે કંઈક એવું બનાવ્યું જેણે ભારતના અર્બન કમ્યુનિટિ લિવિંગની વ્યાખ્યા બદલી નાખી.  અભિષેક કુમાર અને શ્રેયાંસ ડાગા સાથે મળીને તેમણે  `માયગેટ` શરૂ કર્યું, જે આજે દેશભરની હાઉસિંગ સોસાયટીઝમાં સ્માર્ટ, સલામત અને સુવિધાજનક લિવિંગ માટે એક શ્રેષ્ઠ એપ્લિકેશન બની ગઈ છે.

અભિષેક કુમારે પોતાની કારકિર્દીનો માર્ગ કેમ બદલ્યો?
અભિષેકે પોતાની કારકિર્દીનો માર્ગ અચાનક બદલ્યો ન હતો. 2016 માં, તે વિજય અરિસેટ્ટીને મળ્યો, જે શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતા, ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ પાઇલટ અને NDA અને ISB ના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા.

વિજય માનતા હતા કે દેશના શહેરોમાં રહેતા સલામત અને સ્માર્ટ કમ્યુનિટિ લિવિંગ માટે એક વિશાળ ભવિષ્ય છે. તેમને લાગ્યું કે રહેણાંક સોસાયટીઓમાં સુરક્ષા, સુવિધા અને ડિજિટલ સાધનોની ખૂબ જ જરૂર છે. આ વિઝન સાથે, અભિષેક કુમાર અને શ્રેયાંસ ડાગા તેમની સાથે જોડાયા અને ત્રણેય સાથે મળીને `માયગેટ` શરૂ કર્યું, જે આજે દેશભરની હાઉસિંગ સોસાયટીઝમાં સ્માર્ટ, સલામત અને સુવિધાજનક લિવિંગ માટે એક શ્રેષ્ઠ એપ્લિકેશન બની ગઈ છે.

social media viral videos instagram twitter offbeat news news iit bombay ahmedabad kanpur