ગાયનું વાછરડું કરડ્યું અને હડકવાથી મૃત્યુ પામી મહિલા

26 July, 2026 02:42 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ઉપચાર સમયસર ન મળતાં હડકવા શરીરમાં ફેલાઈ ગયો અને દવાની કોઈ અસર થઈ નહીં. રેનુ ખૂબ પીડા સાથે મૃત્યુ પામી

રેનુ

ઉત્તર પ્રદેશના ભદોહી તાલુકાના ખેમાઈપુર ગામમાં હડકવાનું સંક્રમણ ધરાવતા વાછરડાના કરડવાથી ૩૮ વર્ષની રેનુ ગૌડ નામની મહિલાએ જીવ ગુમાવ્યો હતો. વાત એમ હતી કે થોડા સમય પહેલાં એક રખડુ કૂતરો વાછરડાને કરડી ગયો હતો. કૂતરાએ જ્યાં દાંત ખોસેલા એ ભાગ તો થોડા જ દિવસમાં રુઝાવા લાગ્યો પણ વાછરડાના વર્તનમાં આક્રમતા આવી ગઈ હતી. રેનુ તેની દીકરીઓની સાથે વાછરડાને રોટલી ખવડાવી રહી હતી ત્યારે એ વાછરડાએ તેના હાથે બચકું ભરી લીધું હતું. એ જોઈને પરિવારજનોએ વાછરડાને ઍન્ટિ-રેબીઝ વૅક્સિનનું ઇન્જેક્શન આપ્યું હતું, પરંતુ રેનુને થયેલો ઘા ખૂબ જ નાનો હતો એટલે એને ઇગ્નોર કર્યો. દસ દિવસ તો એમ જ પસાર થઈ ગયા. એ પછી ધીમે-ધીમે રેનુની તબિયત કથળવા લાગી ત્યારે રેનુને હૉસ્પિટલ લઈ ગયા ત્યારે ખબર પડી કે તેને હડકવા થઈ ગયો છે. ઉપચાર સમયસર ન મળતાં હડકવા શરીરમાં ફેલાઈ ગયો અને દવાની કોઈ અસર થઈ નહીં. રેનુ ખૂબ પીડા સાથે મૃત્યુ પામી. 

offbeat news india uttar pradesh national news