પતિએ ગર્લફ્રેન્ડને ઘરે બોલાવી, પત્ની અચાનક આવી જતાં ગર્લફ્રેન્ડ દસમા માળની બાલ્કનીમાં લટકીને છુપાઈ ગઈ

08 December, 2025 02:28 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. એમાં એક યુવતી ઊંચા બિલ્ડિંગના દસમા માળની બાલ્કનીની બારીમાંથી લટકતી જોવા મળે છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

ચીનમાં પરિણીત પુરુષ સાથે સંબંધ ધરાવતી એક યુવતીએ પોતાની જાન પર આવી બને એવો સ્ટન્ટ કરવો પડ્યો હતો. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. એમાં એક યુવતી ઊંચા બિલ્ડિંગના દસમા માળની બાલ્કનીની બારીમાંથી લટકતી જોવા મળે છે. એક પતિએ પત્નીની ગેરહાજરીમાં પોતાની ગર્લફ્રેન્ડને ઘરે બોલાવી લીધી. જોકે અચાનક જ તેની પત્ની ઘરે આવી ચડી. પ્રેમિકાને બચાવવા માટે પતિએ તેને ફ્લૅટની બાલ્કનીની બહાર કાઢી દીધી. તેનું ઘર દસમા માળે હતું. જો તે ત્યાંથી પડી હોત તો જીવ જવાનું નિ‌શ્ચિત હતું. બારીની અંદર પતિ શર્ટ વિના ફરતો દેખાય છે અને આ કન્યા બાલ્કનીને લટકેલી છે. યુવતી પાઇપના સહારે નીચે ઊતરવાની કોશિશ કરતી દેખાય છે. તે દસમાથી નવમા માળ તરફ પહોંચે છે અને નીચેની બાલ્કની પર ટકોરા મારતી જોવા મળે છે. એ પછી કન્યાનું શું થયું એ વિડિયોમાં ખબર નથી પડતી. 

international news world news china social media offbeat news